જો તમને તહેવારોમાં કન્ફર્મ ટિકિટ ન મળે તો તમારે ગભરાવાની જરૂર નથી, તમે કોઈ બીજાની ટિકિટ પર મુસાફરી કરી શકો છો. ટીસી પણ તમને આ માટે ના પાડી શકે નહીં.
તહેવારોમાં ક્યાંય જવું હોય તો ખાસ વાંચજો
કન્ફર્મ ટિકિટ ન મળે તો ગભરાશો નહીં
બીજાની ટિકિટ પર પણ કરી શકો છો યાત્રા
તહેવારોમાં ટ્રેનમાં ટિકિટ માટે ખૂબ વેટિંગ હોય છે. જો કે ભારતીય રેલવેએ તહેવારોને ધ્યાનમાં રાખીને ઘણી સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે, પરંતુ તેમ છતાં પણ તમને કન્ફર્મ ટિકિટ નથી મળતી, તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે બીજાની ટિકિટ પર મુસાફરી કરી શકો છો. ટીટી પણ તમને આ માટે ના પાડી શકે નહીં. હકીકતે ભારતીય રેલ્વે આ સુવિધા આપે છે કે તમે બીજાની ટિકિટ પર મુસાફરી કરી શકો છો. આ માટે તમારે શું કરવું પડશે તે જાણો...
આ રીતે ઘરે બેઠા ઉઠાવો સુવિધાનો લાભ
ભારતીય રેલ્વે આ સુવિધા આપે છે કે તમે પરિવારના અન્ય સભ્યની ટિકિટ પર મુસાફરી કરી શકો છો.
આમાં પરિવારનો કોઈપણ વ્યક્તિ તેના પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીના નામ ટ્રાન્સફર કરી શકે છે.
આ સુવિધા મેળવવા માટે, તમારે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા રિક્વેસ્ટ કરવી પડશે.
તમારી રિક્વેસ્ટ સ્વીકારવા પર, રેલ્વે ટિકિટમાંથી તેમનું નામ કાઢીને તમારૂ નામ કરી દેશે જેને યાત્રા કરવાની છે.
તહેવારોમાં વધે છે મુશ્કેલીઓ
તહેવારોમાં ઘરે જતા લોકોને સૌથી મોટી સમસ્યા ટ્રેનની ટિકિટ કન્ફર્મ કરવાની હોય છે. 2-3 મહિના અગાઉ ટિકિટ લીધા પછી પણ નામ વેઇટિંગ લિસ્ટમાં જ હોય છે. જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે એક ઉપાય છે. આ ઉપાયનું નામ છે વિકલ્પ સ્કીમ. આ સ્કીમ દ્વારા, તમે સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.
આ રીતે મળશે કન્ફર્મ ટિકિટ
ભારતીય રેલ્વેની વિકલ્પ સ્કીમ એવા મુસાફરો માટે ખૂબ મદદરૂપ છે જેમની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ નથી. આ મુસાફરોની ટ્રેન ટિકિટને વિકલ્પ યોજના હેઠળ અન્ય વૈકલ્પિક ટ્રેનમાં કન્ફર્મ સીટ આપવામાં આવે છે. આ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવી હતી જેથી કરીને વધુમાં વધુ મુસાફરો કન્ફર્મ સીટ મેળવી શકે. જો તમને ટિકિટ ન મળી રહી હોય અને તમારે તહેવારોમાં ઘરે જવું હોય તો તમે રેલવેની આ સેવાઓનો ઉપયોગ કરીને તમારી મુસાફરી કરી શકો છો.