બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tragic death of a child due to a bogus and unqualified doctor in Sabarkantha

બેદરકારી / ડિગ્રી વગરના ડોક્ટરે ઈંજેક્શન માર્યું અને બાળકનું થયું મોત, સાબરકાંઠામાં લોકોને ચેતવતો બનાવ, પરિવારનો આક્રંદ

Dinesh

Last Updated: 10:44 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં પોશીના તાલુકાના કોટડા ગઢીમાં બોગસ તબીબના કારણે 2 વર્ષની બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, ડૉક્ટર પાસે ડિગ્રી ન હોવાનો ખુલસો થયો છે

  • બોગસ ડૉક્ટરના કારણે બાળકનું મોત
  • 2 વર્ષના બાળકને આપ્યું હતું ઇન્જેક્શન
  • પોશીનાના કોટડા ગઢીની ઘટના

સાબરકાંઠામાં બોગસ અને ડિગ્રી વગરના ડોક્ટરથી કરૂણ બાળકનું મોત થયું છે.  2 વર્ષના બાળકને બોગસ ડોક્ટરે ઇજેક્શન આપતા બાળકની અચાનક તબિયત ખરાબ થઈ હતી અને જેના કારણે તેનુ મોત થયું છે. અત્રે આપને જણાવી દઈએ કે, આ ઘટના પોશીના તાલુકાના કોટડા ગઢીની છે

બોગસ ડૉક્ટર ક્લિનિક છોડી ફરાર
સાબરકાંઠામાં પોશીના તાલુકાના કોટડા ગઢીમાં બોગસ તબીબના કારણે 2 વર્ષની બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર બાબતને લઈ પરિવારે ડોક્ટરની ડિગ્રી બાબતે પડતાલ કરતા ખુલાસો થયો હતો કે, તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી જ નહતી અને તે દવા કરી રહ્યો હતો. જે ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો સહિત લોકોના ટોળા ઉમટ્યા હતા. જેના પગલે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ક્લીનીક છોડી ફરાર થઈ ગયો હતો. 

પોલીસ તપાસ હાથ ધરી
સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અવાર નવાર બોગસ ડોક્ટરના કિસ્સાઓ સામે આવતા હોય છે અને જેમના કારણે નિર્દોષ માસૂમોના જીવન સાથે ચેડા થતાં હોય છે. પરંતુ આવી ઘટનાઓમાં કડક અને દાખલો રૂપ કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ આવી ઘટનાઓ અંકુશમાં આવે તેવું લોકો જણાવી રહ્યાં છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ