બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Tragedy in Ganesh Visharan in Anandana Khambhat

શોકનો માહોલ / આણંદના ખંભાતમાં ગણેશ વિસર્જનમાં દુર્ઘટના: વીજ કરંટ લાગતા બે યુવકોના મોત, જુઓ શું બન્યું

Vishal Khamar

Last Updated: 07:56 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર રાજ્યમાં વિઘ્નનહર્તા ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. લોકો દ્વારા હર્ષ ભેર ગણપતિજીને વિદાય આપી રહ્યા છે. ગણેશ વિસર્જનની યાત્રા દરમ્યાન બે યુવકોને વીજ કરંટ લાગતા તેઓનું મોત નિપજ્યું હતું.

  • ખંભાતમાં ગણેશ વિસર્જન દરમ્યાન સર્જાઈ દુર્ઘટનાં
  • બે યુવકોને કરંટ લાગતા મોત નિપજ્યા
  • શહેરમાં ગણેશ વિસર્જનની યાત્રા દરમ્યાન બની ઘટના

10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે રાજ્યભરમાં ધામધૂમથી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું.. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા હતા.. તો મોટી મૂર્તિઓને નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.. ડીજે, નગારાના તાલે નાચતા ગાતા ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા. અને અશ્રુ ભિની આંખે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. તો આણંદનાં ખંભાતમાં પણ ગણેશ વિસર્જનની યાત્રા નીકળી હતી

 ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન દુર્ઘટનાં સર્જાઈ

 આણંદનાં ખંભાતમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે અનંત ચતુર્દર્શી હોઈ ગણપતિ વિસર્જનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સૌ કોઈ ભક્તિમય માહોલમાં ભગવાનની યાત્રા નીકળી હતી. ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન દુર્ઘટનાં સર્જાતા લોકોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
યુવકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ
ગણેશ વિસર્જનની યાત્રા દરમ્યાન બે યુવકોને કરંડ લાગતા બંને યુવકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબ દ્વારા તેઓની તપાસ હાથ ધરતા બંને યુવકોનાં મોત નિપજ્યા હતા. ત્યારે આ અંગેની જાણ યુવકોનાં પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં થતા લોકોમાં શોક વ્યાપી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ