બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Trader trapped in honeytrap in Krishnanagar, Ahmedabad

હનીટ્રેપ / અમદાવાદીઓ ચેતજો! અજાણ્યા નંબરથી ફોન કરીને મહિલાએ વેપારીને ઘરે બોલાવ્યો, પછી જુઓ શું થયું

Vishnu

Last Updated: 06:04 PM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપડાનો ધંધો કરતા આધેડને એક યુવતીએ ફોન કર્યો અને પછી જે થયું તે ખરેખર વેપારીઓ માટે ચેતવણી રૂપ છે.

  • કૃષ્ણનગરમાં હનીટ્રેપમાં ફસાવવાના ષડયંત્રનો પર્દાફાશ 
  • 2 આરોપીઓની ધરપકડ, 4 ફરાર
  • દંપતિએ વેપારી પાસે 10 લાખની કરી માગ

હુસ્નની જાળમાં ફસાવીને રાતો રાત લખપતિ બનવા માટે હનીટ્રેપનો ખેલ ખેલતી એક ગેંગનો પર્દાફાશ.. કૃષ્ણનગર પોલીસે ટોળકીના 2 આરોપીની ધરપકડ કરી.. યુવતીએ રોંગ નબંરથી ફોન કરીને વેપારીને હુસ્નની જાળમાં ફસાઈને  ખેલ્યો હનીટ્રેપનો ખેલજો કોઈ અજાણ્યા નંબર પર યુવતીનો ફોન આવે તો તેના હુશન અને પ્રેમજાળ માં ફસાઈ ના જતા.. નહિ તો તમે પણ હનીટ્રેપનો શિકાર થઈ જશો.. કાળા બુરખામાં છુપાયેલા આ આરોપી અરવિંદ અને નરેશના કામ પણ કાળા છે. પટેલ દંપતી સાથે મળીને કાપડના વેપારીને હનીટ્રેપ માં ફસાવીને રૂ 10 લાખની માંગણી કરી.

કેવી રીતે ફસાવાય છે?
ઘટનાની વાત કરીએ તો  ઓઢવ વિસ્તારમાં કપડાનો ધંધો કરતા આધેડને એક યુવતીએ ફોન કર્યો હતો. યુવતી જીજાજી કહીને વાત શરૂ કરતા આધેડ રોંગ નંબર લાગ્યો હોવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો. બીજા દિવસે યુવતીએ ફરીથી આધેડને ફોન કર્યો હતો અને તેમની સાથે વાતચીત કરવાની શરૂ કરી હતી જ્યા તેને પોતાની ઓળખ સૃતિ પટેલની આપી હતી અને ધંધો શુ કરો છો તેમ પુછ્યુ હતું. આધેડ કપડાનો ધંધો કરતા હોવાનું કહેતા સૃતિ પણ સુરતમાં કપડાનો ધંધો કરે છે તેવું કહીને સમગ્ર હની ટ્રેપનો ફિલ્મી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો, થોડા દિવસ બાદ આરોપી મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલ ના પોસ્ટર ફોટા લઈને બોલાવ્યો હતો પરંતુ વેપારી પોતે વ્યસ્ત હોવાનું કહીને મુલાકાતને ટાળી દીધી હતી પરંતુ સ્વરૂપવાન અને ચાલક મહિલાએ પોતાની યુક્તિપ્રયુક્તિ વાપરીને આખરે વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો અને વેપારી પણ પોતાના ધંધાની લાલચમાં મહિલાએ બોલાવેલા ફ્લેટ પર પહોંચી ગયો હતો..અને હનીટ્રેપનો શિકાર થયો.. આ ટોળકીએ રૂ 10 લાખની માંગણી કરી.. અંતે 4 લાખ આપવાનું નક્કી કરતા આધેડને છોડ્યો.

વેપારીઑ હતા ટાર્ગેટ પર
આ હનીટ્રેપ ના માસ્ટર માઈન્ડ છે પટેલ દંપતી..  જેને અરવિંદ અને નરેશ સાથે મળીને હનીટ્રેપ માં વેપારીઓને ફસાવવા નું ષડ્યંત્ર રચ્યું.. સૃતી પટેલ અને તેનો પતિ ચિંતન પટેલએ વેપારીને અજાણ્યા નબરથી હનીટ્રેપ માં ફસાવ્યો.. અને ત્યાર બાદ સૃતિએ બીછાવેલી ઝાળમાં આધેડ ફસાઇ ગયા હતા અને ત્યારબાદ શરૂ થયો હતો અસલી ખેલ. સૃતિએ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ધી પ્રહલાદ રેસીડન્સીમાં રહેતી બેહનપણીના ઘરે આધેડને મળવા માટે બોલાવ્યા હતા જ્યા તે પહોચી ગયા હતા. સૃતિએ ઘરનો દરવાજો બંધ કરી દીધા બાદ તેની બહેનપણી અને તેનો પતિ આવી ગયા હતા જ્યા તેને સૃતિને કહ્યુ હતુંકે તું આ ધંધા કરવા માટે આવે છે અને આધેડને બે ત્રણ લાફા ઝીંકી દીધા હતા. બહેનપણીના પતિએ સૃતિના પતિ ચિંતન પટેલને ફોન કરીને બોલાવી લીધા હતા જેથી તે ગણતરીની મીનીટમાં ફ્લેટમાં આવી પહોચ્યો હતો. 

પોલીસ કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
ચિંતને ઘરનો દરવાજો બંધ કરીને આધેડને મારમાર્યો હતો જ્યારે ફોન પણ તોડી નાખ્યો હતો. આધેડને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચિંતને તેના ક્રાઇમબ્રાંચમાં નોકરી કરતા મિત્રને બોલાવી દીધા હતા. બોગસ ક્રાઇમબ્રાંચનો પોલીસ કર્મચારી મસીહા બનવા આવ્યો.. ક્રાઇમબ્રાંચનો પોલીસ કર્મચારી બનીને એક યુવક આવ્યો હતો જેને કેસ થશે તો જીંદગી બરબાદ થઇ જશે તેમ કહીને દસ લાખ રૂપિયામાં પટાવટ કરવાની વાત કરી હતી જો આધેડે ચાર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી જેમાં પોલીસ કર્મચારી અને બહેનપણીનો પતિ રૂપિયા લેવા માટે આધેડને કારમાં બેસાડીને ગયા હતા જ્યા આધેડે પોતાના દિકરાને સમગ્ર હકીકત કહેતા પોલીસ ફરિયાદ થઇ હતી. અને આરોપીનો ભાંડો ફૂટયો.. કૃષ્ણનગર પોલીસે પટેલ દંપતી સહિત 6 વિરુદ્ધ ગુનો નોંધી.. બે આરોપીની ધરપકડ કરી.જ્યારે 4 ફરાર આરોપીને શોધ ચાલી રહી છે. ષડયંત્રમાં વેપારીના કર્મચારીની સંડોવણી હોવાનું પણ ખૂલ્યું છે.

હનીટ્રેપ ના કેસમાં વેપારીના એક કર્મચારીએ પટેલ દંપતીની માહિતી આપી હતી.. કર્મચારી અને દંપતીએ મળીને હનીટ્રેપ ગોઠવ્યું હતું.. કૃષ્ણ નગર પોલીસે ફરાર પટેલ દંપતી સહિત 4 આરોપીની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ