Top 5 Bikes For Cheaper Price: કોમ્પ્યુટર સેગ્મેન્ટની બાઈક્સની ડિમાન્ડ હંમેશા રહે છે. ઓછી કિંમત, લો મેન્ટેન્સ અને સારી માઈલેજના કારણે આ સેગ્મેન્ટની મોટરસાયકલને ખુબ પસંદ કરવામાં આવે છે.
ભારતની 5 સસ્તી બાઇકનું લિસ્ટ
કિંમત ઓછી અને મેન્ટેનન્સ પણ ઓછુ
જુઓ ફિચર્સ અને કિંમત
ગયા ઓગસ્ટ મહિનામાં પણ લોકોએ કોમ્પ્યુટર સેગ્મેન્ટની બાઈક્સને પસંદ કરી અને હીરો મોટોકોપ અને હોંડાની વચ્ચે ખૂબ ટક્કર પણ જોવા મળી. જુઓ ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વેચાયેલ ટોપ 5 બેસ્ટ સેલિંગ બાઈક્સ.
TVS Raider
TVS મોટર્સની ફેમસ બાઈક Raider પાંચમાં નંબર પર રહી છે. આ બાઈકના કુલ 42,375 યુનિટ્સનું વેચાણ થયું છે. જે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 36,900 યુનિટ્સના મુકાબલે 15 ટકા વધારે છે. આ બાઈકની કિંમત 86,803 રૂપિયા છે.
Hero HF Deluxe
Hero HF સીરિઝમાં બે બાઈક્સ આવે છે. HF 100 અને HF Deluxe, કંપનીએ ઓગસ્ટમાં તેના કુલ 73,006 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષના આ મહિનામાં 65,931 યુનિટ્સ હતું. આ બાઈકની કિંમત 59,018 રુપિયા છે.
Bajaj Pulsar
Bajaj Pulsar ઓગસ્ટ મહિનામાં ત્રીજી સૌથી વધારે વેચાતી બાઈક બની છે. કંપનીએ ઓગસ્ટ મહિનામાં તેના કુલ 1,48,712 યુનિટ્સનું વેચાણ કર્યું છે જે ગયા વર્ષે 1,03,071 યુનિટ્સ હતું. આ બાઈકની કિંમત 84,013 રૂપિયા છે.
Honda Shine
હોન્ડા શાઈનના વેચાણમાં 59%નો વધારો જોવા મળ્યો છે અને આ દુનિયાની સૌથી વધારે વેચાતી બાઈક છે. કંપનીએ તેના કુલ 2,14,872 યુનિટ્સનું વેચાણ કર્યું છે જે ગયા વર્ષે ઓગસ્ટમાં 1,35,327 યુનિટ્સ હતું. આ બાઈકની કિંમત 78,687 રૂપિયા છે.
Hero Splendor
હંમેશાની જેમ હીરો મોટોકોરની ફેમસ બાઈક Hero Splendor નંબર એક પર છે. કંપનીએ તેના કુલ 2,89,930 યુનિટ્સનું વેચાણ કર્યું જે ગયા વર્ષે ઓગસ્ટમાં 2,28,847 યુનિટ્સ હતું. આ બાઈકની કિંમત 74,491 રૂપિયા છે.