બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Today program of Dhirendra Shastri in Oganaj canceled due to rain

BIG NEWS / ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો પ્રોગ્રામ કેન્સલ, મંડપ પાણી પાણી, કલાકાર કિંજલ દવે, હિંદુ મહાસભાના સંતો અને લોકો થયા રવાના

Kishor

Last Updated: 09:09 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ વેરી બનતા અમદાવાદના ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. કાર્યક્રમ સ્થળેથી કલાકાર કિંજલ દવે, હિન્દુ મહાસભાના સંતો રવાના થઈ ગયા હતા.

  • વરસાદ વેરી બનતા ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો પ્રોગ્રામ કેન્સલ
  • કલાકાર કિંજલ દવે, હિન્દુ મહાસભાના સંતો પણ રવાના
  • હિંદુ અગ્રણીઓ પણ કાર્યક્રમ અધવચ્ચે મુકીને રવાના

બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે વરસાદ વેરી બનતા અમદાવાદના ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. ધમાકેદાર વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે ભારે ભવન સાથે વરસાદથી મંડપમાં પાણી ઘૂસી જતા અવ્યવસ્થાથી સર્જાઈ હતી. લોકોએ વરસાદથી બચવા ખુરશીઓ માથે ઓઢી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.

Today program of Dhirendra Shastri in Oganaj canceled due to rain

લોકો અધવચ્ચ્ચે કાર્યક્રમથી બહાર નિકળ્યા
ઓગણજમાં બાબાના પ્રોગ્રામને લઈને કલાકાર કિંજલ દવે, હિંદુ મહાસભાના સંતો સહિતના અનેક આગેવાનો આવ્યા હતા. આ દરમિયાન ઓગણજમાં ભારે ભવન સાથે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરતા હિંદુ અગ્રણીઓ પણ કાર્યક્રમ અધવચ્ચે મૂકીને રવાના થઈ ગયા હતા. મહત્વનું છે કે આજનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે. જોકે આવતીકાલે પણ દરબાર અંગે આયોજન કરાયું હતું. જોકે આવતીકાલ (તા.29 મેં) ના આયોજન અંગે આયોજકો દ્વારા સત્તાવાર રીતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી! જો વરસાદી વિધ્ન ન આવે તો 29 મેનો કાર્યક્રમ રાબેતા મુજબ યોજાઇ શકે છે.

Today program of Dhirendra Shastri in Oganaj canceled due to rain


ઓગણજ, ચાંદખેડા, ગોતા, થલતેજ, શીલજ, બોપલમાં વરસાદ
આજે સાંજે 6 :30 વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બાદમાં અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. બાદમાં બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા.બીજી તરફ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Today program of Dhirendra Shastri in Oganaj canceled due to rain

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ