બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today is the last day to fill the missing forms in RTE rejected applications

જલ્દી કરો / RTEમાં રિજેક્ટ અરજીઓમાં ખૂટતા ફોર્મ ભરવાનો આજે લાસ્ટ ડે, સુધારા માટે અપાયા હતા 2 દિવસ

Malay

Last Updated: 07:57 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાંથી RTEમાં પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે.

 

  • રિજેક્ટ ફોર્મમાં સુધારા રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ
  • સુધારા રજૂ કરવા 2 દિવસનો અપાયો હતો સમય
  • RTEમાં 14 હજાર 483 ફોર્મ રિજેક્ટ થયા

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે 98 હજાર 501 ફોર્મ ભરાયા છે. આ 98 હજાર 501 ફોર્મમાંથી 14 હજાર 483 ફોર્મ રિજેક્ટ કરાયા છે. રિજેક્ટ અરજીઓમાં ખુટતા ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે 2 દિવસ (26 એપ્રિલ અને 27 એપ્રિલ)નો સમય આપવામાં આવ્યો હતો. સુધારા રજૂ કરવા 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આજે ફોર્મમાં સુધારા રજૂ કરવાનો અંતિમ દિવસ છે.

કુલ 65,025 અરજીઓ રખાઈ છે માન્ય 
RTE અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તમને જણાવી દઈએ કે, રાજ્યભરમાંથી RTEમાં પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે.  RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી હતી, જે ડોક્યુમેન્ટમાં ક્ષતિને કારણે અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી. 

અમદાવાદમાં 12 હજારથી વધુ અરજીઓ કરાઈ છે મંજૂર
27 એપ્રિલ સુધી એટલે આજના દિવસ સુધી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે અને 18,993 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે. રાજ્યમાં RTE અતર્ગત 83 હજાર બેઠકો છે જેમાં અમદાવાદમાં 11,500 બેઠકો સામે કુલ 17,532 અરજીઓ મળી છે. જ્યારે અમદાવાદમાં RTE અતર્ગત 12,356 અરજીઓ મંજુર કરવામાં આવી છે. અમદાવાદમાં 2,632 અરજીઓ રિજેક્ટ, 2,544 અરજીઓ કેન્સલ થઈ હતી. 

રોહિત ચૌધરી (DEO, અમદાવાદ)

અમદાવાદ DEOનું નિવેદન
અમદાવાદ DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વખતે RTE અંતર્ગત અમદાવાદમાં 17,532 અરજી કરવામાં આવેલી છે જે પૈકી 12356 મંજુર કરવામાં આવી છે તેમજ 2632 જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે.  તેમજ 2544 જેટલી અરજીઓ કેન્સલ પણ થયેલી છે. તેમણે કહ્યું હતું કે, અરજી ઘટવાના મુખ્ય કારણો જોવા જઈએ તો પહેલી જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થવા જોઈએ જે બાદ જ તે પ્રવેશ મેળવવા માટે યોગ્ય ગણાશે તેમજ રજિસ્ટ્રર ભાડા કરારનો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે તેમજ આવક મર્યાદાની વાત છે જેવા વિવિધ કારણે અરજી ગત વર્ષની સરખામણીએ ઓછી મળ્યાના કારણો હોઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ