બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today, even after one year of Morbi tragedy, no justice has been served

Morbi Bridge Collapse / 'આજે મોરબી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છતાંય કોઇ ન્યાય નથી મળ્યો', પરિવારને ગુમાવનાર લોકોની વેદના સાંભળી તમે પણ રડી જશો

Priyakant

Last Updated: 02:51 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Bridge Collapse case News: પરિવારને ગુમાવનાર લોકોની વેદના....આજે કોઈ પડોશીના દીકરાના લગ્ન થતાં હોય તો અમને પણ અમારા દીકરાની યાદ આવતી હોય...

  • મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ
  • દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો ઝંખી રહ્યા છે ન્યાય 
  • પરિવારને ગુમાવનાર લોકોની વેદના સાંભળી તમે પણ રડી જશો

Morbi Bridge Collapse Case : મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે. મહત્વનું છે કે, આજે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઘટનામાં આરોપી રાજા હોય કે રંક, અધિકારી હોય કે પછી જયસુખભાઇ પટેલ જે કોઇપણ હોય તેને આકરી સજાની ટ્રેજેડી વિકટીમ એસો.ના સભ્યો માંગ કરી રહ્યા છે.

ભાઈની અમને બહુ યાદ આવે છે: ભૂમિકાબેન મકવાણા
મોરબી બ્રિજ અકસ્માતમાં મૃતકના સંબંધી ભૂમિકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, મારા કાકા, મારા કાકાનો છોકરો અને મારો ભાઈ ત્રણેય ઝૂલતા પુલ પાસે ફરવા ગયા બાદ આ ઘટના બની હતી. અમારા એકના એક ભાઈનું નિધન થયા બાદ હવે અમારું કોણ ? અમારા ભાઈની અમને બહુ યાદ આવે છે, અમને ન્યાય જોઈએ છે. 

પડોશીના દીકરાના લગ્ન થતાં હોય..: જગદીશભાઈ
આ તરફ અન્ય એક મૃતકના સંબંધી જગદીશભાઈએ કહ્યું કે,આ દુર્ઘટનામાં મેં મારા ભત્રીજાને ખોયો છે, ત્રણ ભાણિયાને ખોયા છે. આ એક વર્ષની અંદર અમે ઘણું બધુ ખોયું છે. આજે કોઈ પડોશીના દીકરાના લગ્ન થતાં હોય તો અમને પણ અમારા દીકરાની યાદ આવતી હોય... આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું પણ અમને કોઈ જાતનો ન્યાય મળ્યો નથી. 

મેં મારો 19 વર્ષનો પુત્ર ખોયો: સબાનાબેન પહાણ
આ સાથે અન્ય એક મૃતકના માતા સબાનાબેન પહાણે જણાવ્યું હું કે, આ ઘટનામાં મેં મારો 19 વર્ષનો પુત્ર ખોયો છે. ન્યાય માટે મેં અમારા પીરની ચપ્પલની બાધા રાખી છે. જે કોઈ પણ આરોપી હોય તેને સજા તો થવી જ જોઈએ. આ ઘટનામાં આરોપી સરકારી અધિકારી હોય તો પણ ભલે અને જયસુખ પટેલ હોય તો પણ ન્યાય મળવો જ જોઈએ. આજે કોઈ સામાન્ય મર્ડર કરે તો પણ ઉંમરકેદની સજા મળે છે તો આતો 135 લોકોને મારી નાખ્યા છે. એને પુલ બનાવ્યો તો એને માણસના જીવની સગવડ રાખવી પડે. એ લોકો ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે કેમ પુલ ના પડ્યો ? 

બ્રિજ ઉપર બહુ ભીડ હતી: સંગીતાબેન પરમાર
મોરબી બ્રિજ દુર્ઘટનામાં ભાઈને ગુમાવનાર સંગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, બ્રિજ ઉપર બહુ ભીડ હતી, એ લોકો માત્ર ટિકિટ જ ફાડે રાખતા હતા. એમને કઈ પડી જ નહોતી કે આપણે કઈક સુવિધા રાખીએ. મારા ઘરમાં મોટોભાઈ જ હતો કે જે ઘર આખું ચલાવતો હતો. આ દુર્ઘટનામાં એને જીવ ગુમાવ્યા બાદ અમારો સહારો છીનવાઇ ગયો છે. 

ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ 
આજથી બરોબર એક વર્ષ પહેલા એટલે કે મોરબીમાં તારીખ 30/10/2022 ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવેલ છે. જોકે હજુ સુધી આ ગોજારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી.

ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભા
આજે તારીખ 30/10/2023 ના રોજ ઝુલતા પલ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ હયું છે. આ તરફ ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સ્વજન ગુમાવનારા પરિવારમાંથી ઘણા લોકો જોડાયા છે અને આ ઘટના માટે જવાબદાર જે કોઇ હોય તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે.

મૃતકોના પરિજનોને સંતોષકારક ન્યાયની આશા 
હાલમાં ઝુલતા પુલ ઘટનામાં ન્યાય માટે ટ્રેજેડી વિકટીમ એસોસિએશન બનાવવામાં આવેલ છે. આ તરફ  ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં કાયદાકીય જંગ કરવામાં આવી રહ્યો છે. જોકે આજથી એક વર્ષ પહેલા જુલતા પુલ દુર્ઘટનામાં જે પરિવારોએ તેના કુલ મળીને 135 સભ્યોને ગુમાવ્યા છે તે પરિવારોને સંતોષકારક ન્યાય ક્યારે મળશે તે આજની તારીખે પણ સો મણનો સવાલ છે. ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતભરમાં જે દુર્ઘટનાની નોંધ લેવામાં આવી હતી અને વિદેશમાં પણ જે દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી હતી તે ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ એટલો લાંબો સમયગાળો વીતી ગયો છે. તેમ છતાં પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ તે હજી સ્પષ્ટ થયું નથી અને પરિવારોને સંતોષકારક ન્યાય મળ્યો નથી ત્યારે પરિવારના સભ્યો ગુમાવનાર લોકોની આંખો આજની તારીખે પણ સુકાતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ