બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 04:21 PM, 23 October 2023
ADVERTISEMENT
આજે બજાર ખુલતાની સાથે જ માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. સપ્તાહની શરૂઆતનાં દિવસે જ બજારનાં મુખ્ય ઈંડેક્સોમાં 1થી 4% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે બજાર પર IT, બેંકિંગ અને ઑટો સેક્ટરનાં શેરો પર દબાણ વધ્યું જેના લીધે રોકાણકારોને મોટું નુક્સાન ભોગવવું પડ્યું.
છેલ્લાં 4 દિવસમાં 12 લાખ કરોડનું નુક્સાન
છેલ્લાં 4 દિવસોથી માર્કેટ સતત લાલ નિશાનીએ બંધ થઈ રહ્યું છે. રોકાણકારોને આ દિવસોમાં 12 લાખ કરોડનું નુક્સાન ભોગવવું પડ્યું છે. આજે સેંસેક્સ 825.74 અંકો એટલે કે 1.26%નાં ઘટાડા સાથે 64,571.88 નાં લેવલ પર બંધ થયું. જ્યારે નિફ્ટી 260. 91 અંક એટલે કે 1.34%નાં ઘટાડા સાથે 19281.75નાં સ્તર પર બંધ થયું.
ADVERTISEMENT
આજે 7 લાખ કરોડનું નુક્સાન
BSEનું માર્કેટ કેપ 7.77 લાખ રૂપિયા ઘટી ગયું છે. 30માંથી 28 કંપનીઓનાં શેરોમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, વિપ્રો, HCLનાં શેરોમાં 2% થી વધારેનો ઘટાડો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.