બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / today Chaitra Navratri 2022 devotees crowds in in temples for darshan

જય-જય અંબે / ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ શક્તિપીઠ પાવાગઢ અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, તમે પણ કરો દર્શન

Dhruv

Last Updated: 04:39 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે ત્યારે માતાજીના અનેક મંદિરો બોલી માડી અંબે, જય-જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતાં.

  • આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા મંદિરોમાં ઉમટ્યું ભક્તોનુું ઘોડાપુર
  • યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે 1.5 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
  • જાણો શું છે ચૈત્રી નવરાત્રિનું મહત્વ?

આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે ઠેર-ઠેર માતાજીના મંદિરો પર આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ત્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે માં અંબાના દર્શન કર્યા હતાં. તો હર્ષ સંઘવીએ અઠવા લાયન્સ વિસ્તારમાં અંબિકાનિકેતન મંદિરે પણ દર્શન કર્યા હતાં. હર્ષ સંઘવીએ માંના ભક્તોને શુભકામનાઓ પણ પાઠવી હતી.

 

ખેડબ્રહ્મામાં એક માઇ ભક્તે માતાજીને 48 ગ્રામ સોનામાં હાર પણ અર્પણ કર્યો

બીજી બાજુ કોરોના મહામારી બાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ખેડબ્રહ્મામાં નાના અંબાજી ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તજનોની વિશેષ હાજરી જોવા મળી હતી. કારણ કે આજના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. અહીંયા 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરાયો. ચૈત્રી નવરાત્રીમાં માં અંબાનું ઘટ સ્થાપન કરાયું. માઇ ભક્તે માતાજીને 48 ગ્રામ સોનામાં હાર પણ અર્પણ કર્યો. અમદાવાદના એક ભક્તજને માતાજીને સોનાનો હાર અર્પણ કર્યો હતો.

યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે 1.5 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

આ સાથે પંચમહાલનું યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટયું હતું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ અત્યાર સુધી 1.5 લાખ ભક્તોએ દર્શન કર્યા હતાં. ગત રાત્રીથી જ ભક્તોએ નિજ મંદિર બહાર દર્શન માટે લાંબી કતારો લગાવી દીધી હતી. રાત્રી દરમ્યાન નિજ મંદિરના પગથિયાંએ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નિજ મંદીરે રાત્રીનાં 3 વાગ્યાથી જ ભક્તો મંદિર કપાટ ખુલવાની રાહ જોઈ રહ્યાં હતાં. સાથે તમને જણાવી દઇએ કે, મહાકાળી નિજ મંદિર ગર્ભગૃહ અને પટાંગણનું નવીનીકરણ થતા લાખો ભક્તોની જનમેદની પણ અહીંયા હવે સરળતાથી દર્શન કરી શકે છે.

 

બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા

મા દુર્ગાની ઉપાસના કરવાનો પવિત્ર અવસર એટલે નવરાત્રિ. આ દિવસોમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે.નવરાત્રિએ ઉર્જાનું પ્રતિક છે, સકારાત્મક ઉર્જાનો સંચાર છે. ત્યારે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે. આ તરફ ગિરનારમાં પણ ભક્તો માતાજીના દર્શને વહેલી સવારથી જ આવી પહોચ્યા હતા. આ તરફ પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા તો આ તરફ ચોટીલામાં ચામુંડા માતા અને બહુચરાજીમાં માતાના દર્શને અનેકે ભક્તોએ માતાજી આગળ શિષ ઝુકાવીને ધન્યતા અનુભવી.

 

નગરદેવીના દર્શન કરી અનુભવી ધન્યતા 

અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે પણ નવરાત્રિ પર્વને લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.  પહેલા નોરતે મા શૈલીપુત્રીના અવતારમાં ભદ્રકાળી માતાનો શણગાર કરવામાં આવ્યો હતો. વિધિ વત રીતે ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતું.  આ નવરાત્રિનો એક વિશેષ મહિમા છે. આ નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવા ભક્તો પણ યથાશક્તિ ભક્તિ કરીને માને રીઝવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભદ્રકાળી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી.

જાણો શું છે ચૈત્રી નવરાત્રિનું મહત્વ?

શક્તિના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચૈત્ર માસમાં આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ