બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Today 16th May is National Dengue Day 2023

Dengue Day / આજે નેશનલ ડેન્ગ્યુ ડે: સફેદ ટપકાવાળા મચ્છરને ઓળખી લેજો, જાણી લો રોગના લક્ષણ, ટેસ્ટ અને ટ્રીટમેન્ટ, બચવા આટલું કરો

Dinesh

Last Updated: 06:54 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે ચોમાસાના આગમન પહેલા જ 16મી મેના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોને આ જીવલેણ રોગ વિશે જાગૃત કરવાનો છે

  • આજે 16 મે એટલે National Dengue Day 
  • ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી થાય છે
  • એડીસ અલ્બોપ્રીકટસને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય


ડેન્ગ્યુએ આજના સમયની સૌથી ગંભીર બીમારીઓમાંની એક છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ જીવલેણ રોગથી મૃત્યુ પામે છે. ડેન્ગ્યુના મોટાભાગના કેસો વરસાદની મોસમના પ્રારંભિક તબક્કામાં સામે આવતા હોય છે અને આ સમય દરમિયાન સૌથી વધુ સાવચેતી રાખવી પણ જરૂરી બને છે. આ રોગની ગંભીરતાને જોતા સરકાર દ્વારા લોકોને ડેન્ગ્યુ અંગે સતત જાગૃત કરવામાં આવી રહ્યાં છે, ડેન્ગ્યુના લાર્વા મુખ્યત્વે એકઠો થયેલા ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે અને જુલાઈથી ઓક્ટોબરના સમય આ લાર્વા વધુ ઉત્પદન થતાં હોય છે, માટે જ આ સમય દરમિયાન ખૂબ જ સાવધાન રહેવું જરૂરી છે.

ચોમાસાના આગમન પહેલા ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાય 
લોકોને ડેન્ગ્યુના ગંભીર રોગ વિશે જાગૃત કરવા માટે સરકાર અનેક કાર્યક્રમો કરે છે ત્યારે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે ચોમાસાના આગમન પહેલા જ 16મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોને આ જીવલેણ રોગ વિશે જાગૃત કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દર વર્ષે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અગાઉની સરખામણીમાં ડેન્ગ્યુ રોગ અંગે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે, તેમ છતાં હજુ પણ દેશના અંતરિયાળ વિસ્તારોમાં આ રોગ અંગે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે તમને જણાવી દઈએ કે, ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી થાય છે.

ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી થાય છે
ડેન્ગ્યુ ફીવરએ એક પ્રકારનો વાયરલ ફીવર જ છે જે મચ્છરથી ફેલાય છે. વધુ સરળ ભાષામાં કહીએ તો ડેન્ગ્યુના વાયરસને ફેલાવનાર મધ્યમ મચ્છર હોય છે. એડીસ ઈજીપ્ટસ અને એડીસ અલ્બોપ્રીકટસ નામનાં મચ્છર તેનાં કેરિયર બની શકે છે, એટલે કે આ બે મચ્છરમાંથી કોઈ એક તમને કરડી જાય તો તમને ડેન્ગ્યુ થઈ શકે છે. આ જ મચ્છરનાં કારણે ચિકનગુનીયાં કે યલો ફીવર જેવા રોગો પણ થતાં હોય છે. 

આ મચ્છરને કેવી રીતે ઓળખશો
આ બંને મચ્છર ઘણા ખરા અંશે સરખા જેવા જ લાગે છે. એડીસ અલ્બોપ્રીકટસને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય છે. કારણ કે તેનાં ઉપાંગોમાં વાઘ જેવા સફેદ પટ્ટા જોવા મળે છે. બંને સાઇઝ સિવાય લગભગ સરખા જેવા જ લાગતા મચ્છર છે.

ડેન્ગ્યુના ગંભીર લક્ષણો 
સખત શરીર અને પેટનો દુખાવો 
સતત ઊલટીઓ થવી 
પેઢામાંથી લોહી નીકળવું કે લોહીની ઊલટીઓ થવી 
ઝાડમાં લોહી પડવું 
આવા કિસ્સાઓમાં તાકીદે નિષ્ણાંત ડોક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલાઈઝેશન જરૂરી છે. અન્યથા ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. 

આહાર
વિટામિન સી ધરાવતા દરેક ફ્રૂટ અને શાકભાજી ખાઈ શકાય. ફુલાવર, ઓરેન્જ જ્યુસ, પાઇનએપલ જ્યુસ વગેરે પીવું હિતકર્ છે. આ સિવાય નારિયળ પાણી, લીંબુ પાણી પણ પી શકાય. ખાવાનું ભાવશે નહીં પરંતુ લઘુ આહાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ. 
આ સિવાય હળદર અને આમળાનો પણ ઉપયોગ વધારવો જોઈએ. ગળો, તુલસી અને લીમડા જેવી ઔષધિઓ એન્ટિવાયરલ ઇફેક્ટ્સ આપતી હોય છે માટે તેનો ઉપયોગ કરી શકાય. 

શું ન ખવાય 
અમુક એક્સપર્ટસનાં કહેવા અનુસાર ચેરી કે ગાયનું દૂધ પીવાથી પ્લેટલેટ ઘટી શકે છે. આ સિવાય પચવામાં ભારે હોય એવું કશું ન્ ખાવું જોઈએ. વાલોળ પાપડી, ભીંડા, બાજરી આદિ ખાવાનું ટાળવું જોઈએ. ફૂડ પેકેટ્સ અને તીખી તળેલી વસ્તુઓ બંધ કરી દેવી હિતકર્ છે. ઠંડુ પાણી છોડીને ગરમ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો જોઈએ. 

ફેલાવો
પાપ્ત વિગતો મુજબ, મોટેભાગે ડેન્ગ્યુ આફ્રિકા અને એશિયાના દેશોમાં જોવા મળે છે અને અમેરિકાના અમુક વિસ્તારોમાં પણ ફેલાયેલો રોગ છે. વર્ષે દહાડે 40 કરોડ લોકોને ઇન્ફેકશન થાય છે અને 10 કરોડ લોકો આ રોગથી બીમાર થાય છે જે ગંભીર બાબત છે. આમાંથી અંદાજે 40 હજાર લોકો ડેન્ગ્યુનાં કારણે જીવ ગુમાવે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ