બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / tmkoc Dilip joshi reveals he lost 16 kgs in less than two months for a film role

OMG / જેઠાલાલે આ રીતે માત્ર દોઢ જ મહિનામાં ઉતાર્યું હતું 16 કિલો વજન, વર્ષો બાદ શૂટિંગને લઈને કર્યો મોટો ખુલાસો

Bijal Vyas

Last Updated: 06:00 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dilip Joshi On Weight Loss:દિલીપ જોશીએ વર્ષો બાદ આ વાતનો ખુલાસો કર્યો કે તેણે એક ફિલ્મના પોતાના રોલ માટે જોગિંગ કરીને 16 કિલો વજન ઉતાર્યુ હતુ.

  • તારક મહેતા...શો દ્વારા ઘરે ઘરે લોકપ્રિય બન્યા દિલીપ જોશી
  • એક ગુજરાતી ફિલ્મ માટે ઘટાડ્યુ હતુ 16 કિલો વજન
  • ફિલ્મોમાં કામ કરતા પહેલા ટ્રાવેલ એજન્સીમાં

Dilip Joshi On Weight Loss:ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દિલીપ જોશીએ જેઠાલાલના પાત્રથી લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તે છેલ્લા ઘણા સમયથી પોતાના શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા ચાહકોનું મનોરંજન કરી રહ્યાં છે. આ શો પહેલા દિલીપ જોશી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. પરંતુ તેને ઘર ઘરમાં જાણીતા તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ જ બનાવ્યા છે. હવે અભિનેતાએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે કે, તેમણે રાતો રાત કેવી રીતે એક જ ફિલ્મમાં પોતાના રોલ માટે વજન ઘટાડ્યુ હતું. 

ફિલ્મમાં રોલ માટે ઘટાડ્યુ હતુ વજન 
એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ કહ્યું હતું કે, મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી. તેનું ટાઇટલ 'હું હુંશી હુંશીલાલ' (Hun Hunshi Hunshilal)હતું. તે એક ફેસ્ટિવલ ટાઇપની ફિલ્મ હતી, જેમાં 35-36 ગીતો હતા. તે પોલિટિકલ સટાયર ટાઇપની ફિલ્મ હતી. આ ફિલ્મના રોલ માટે મારે મારું વજન ઘટાડવું પડ્યું હતું.

જુઓ જેઠાલાલ બબીતાજીને રિક્ષામાં ડ્રોપ કરવા ગયા અને પછી જે થયું...| Taarak  Mehta Ka Ooltah Chashmah: jethalal is travelling in auto with babitaji

દિલીપ જોશીએ આ રીતે ઓછુ કર્યુ પોતાનુ વજન
દિલીપ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે હું નોકરી કરતો હતો અને ફિલ્મમાં તેમના રોલની તૈયારી પણ કરતો હતો. તેમણે આગળ ઉમેર્યું હતું કે, તે દિવસોમાં હું મારું સ્કૂટર પાર્ક કરતો હતો અને પછી સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલ્યા બાદ હું વરસાદમાં મરીન ડ્રાઇવ પરની ઓબેરોય હોટેલ સુધી આખો રસ્તો જોગિંગ કરતો હતો અને ચાલતા ચાલતા જ પાછો જતો હતો. તેમાં 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે મેં દોઢ મહિનામાં જ મારું 16 કિલો વજન ઘટાડ્યું હતું. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, હળવો વરસાદ પડી રહ્યો હતો,  સૂર્યાસ્ત થઈ રહ્યો હોય અને સુંદર વાદળો દેખાતા હતા, તે સમય ખૂબ જ અદભુત હતો. 

Topic | VTV Gujarati

ટ્રાવેલ એન્જસીમાં કામ કરતા હતા દિલીપ જોશી
દિલીપ જોશીએ પોતાના જૂના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, એક્ટર બનતા પહેલા પાંચ વર્ષ સુધી ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું હતું. આ કામ તેમણે વર્ષ 1985 થી 1990 દરમિયાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 'હું હુંશી હુંશીલાલ' (Hun Hunshi Hunshilal)એક ગુજરાતી પોલિટિકલ સટાયર ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશી ઉપરાંત રેણુકા શહાણે, મનોજ જોશી અને મોહન ગોખલે જેવા સ્ટાર્સે કામ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ