બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / tips to quickly relieve constipation and hard stool know how to clean whole stomach

હેલ્થ ટિપ્સ / સવારે પેટ સાફ કરવામાં થઇ રહી છે મુશ્કેલી? તો અજમાવી જુઓ આ 5 ઘરગથ્થુ ઉપાય, ને જુઓ પછી

Bijal Vyas

Last Updated: 05:11 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો સવારે પેટ સાફ ન હોય તો આખો દિવસ બગડી જાય છે. હાર્ડ સ્ટૂલ અને કબજિયાતની સમસ્યાને દૂર કરવાનો આવો જાણીએ ઘરેલુ સરળ ઉપાય...

  • કબજિયાતથી રાહત મેળવવા માટે તમે મેથીના દાણા લઈ શકો છો
  • ઇસબગુલ કબજિયાત અને હાર્ડ સ્ટૂલની સમસ્યામાં અસરકારક સાબિત થાય છે
  • રાત્રે જમ્યા પછી એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ હૂંફાળા પાણીમાં ભેળવીને પીવું

How To Clean Stomach: જો દરરોજ સવારે પેટ સાફ હોય તો દિવસ સારો જાય છે, પરંતુ જો સખત મળ અને કબજિયાત હોય તો દિવસભર પેટમાં દુખાવાની સમસ્યા રહે છે. જો પેટ સાફ રહેશે તો બીમારીઓ પણ શરીરમાંથી દૂર રહેશે, ઘણી વખત તેલયુક્ત અને તળેલું ખોરાક ખાવાથી કબજિયાતની સમસ્યા થાય છે. આ સિવાય લાઇફસ્ટાઇના કારણે કબજિયાત અને હાર્ડ સ્ટૂલની સમસ્યા પણ શરૂ થાય છે. તો આવો જાણીએ કેટલીક એવી ટિપ્સ વિશે, જેને અપનાવીને તમે તમારા શરીરને બીમારીઓથી દૂર રાખી શકો છો અને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
   
કબજિયાતને તરત જ દૂર કરવાનો ઉપાય? 
1. કબજિયાતથી રાહત મેળવવા માટે તમે મેથીના દાણા લઈ શકો છો. આ માટે એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રાખો. બીજા દિવસે સવારે મેથીના દાણા ચાવવા અને તેનું પાણી ખાવું અને પીવું. આમ કરવાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે.

કોઈ જ દવા ખાવાની જરૂર નહીં પડે અને કબજિયાત જડમૂળથી મટી જશે, બસ આ દેશી ઉપાય  એકવાર કરી લો | Know home remedies for constipation relief

2. કબજિયાત અને હાર્ડ સ્ટૂલને ટાળવા માટે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. આખા દિવસમાં ઓછામાં ઓછું 8 થી 9 ગ્લાસ પાણી પીવો. આ સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવો. દૂધ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

3. ઇસબગુલ કબજિયાત અને હાર્ડ સ્ટૂલની સમસ્યામાં અસરકારક સાબિત થાય છે. આ માટે રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધમાં ઇસબગુલ મિક્સ કરો. ઇસબગુલ સવારે ઉઠીને તમારું પેટ સારી રીતે સાફ કરશે.

4. રાત્રે જમ્યા પછી એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ હૂંફાળા પાણીમાં ભેળવીને પીવું. આને પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે અને પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

હેલ્ધી ડાયેટ ફોલો કર્યા બાદ પણ રહે છે કબજીયાત-અપચો? તો થઈ જાઓ સાવધાન, હોઈ  શકે છે આ ગંભીર બીમારી | Problems like constipation and indigestion occur  even after following a healthy diet

5. કબજિયાતથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ અને કાળું મીઠું મિક્સ કરીને પીવો. આને પીવાથી કબજિયાત દૂર થશે અને પેટ સાફ રહેશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ