આજના ડિજિટલ યુગમાં આપણું જીવન ઈન્ટરનેટ પર નિર્ભર થઈ ગયું છે. ખાસ કરીને ફંડ ટ્રાન્સફર અને ઓનલાઈન પેમેન્ટ જેવી કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ/યુપીઆઈની વાત આવે તો ઈન્ટરનેટ વિના કઈ રીતે પેમેન્ટ કરવું જાણી લો.
અત્યારે મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે
જો ઈન્ટરનેટ બંધ થઈ જાય તો આ રીતે કરો UPI પેમેન્ટ
આ સરળ ટ્રિકથી નહીં અટકે તમારું કામ
જો તમે કોઈને પૈસા મોકલી રહ્યાં હોવ અને અચાનક ઇન્ટરનેટ કનેક્શન જતું રહે તો શું કરશો. ચિંતા કરવાની જરૂર નથી તેના માટે પણ એક ઉપાય છે. તમે ઇન્ટરનેટ વગર પણ તમારા ફોનથી UPI પેમેન્ટ કરી શકો છો. જો ઇન્ટરનેટ ન હોય તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સુવિધા ખૂબ જ કામ લાગશે.
*99# NPCIની USSD આધારિત મોબાઇલ બેન્કિંગ સેવા છે, જે નવેમ્બર 2012માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સેવા માત્ર BSNL અને MTNLના યુઝર્સ માટે ઉપલબ્ધ હતી. ધ્યાન રાખવું કે *99# દ્વારા UPI પેમેન્ટ કરવા માટે તમારો ફોન નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ. આ સિવાય ભીમ એપ પર પણ એકવાર રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
*99#નો ઉપયોગ કરી આ રીતે મોકલો પૈસા
સ્ટેપ 1- સૌથી પહેલાં ફોનના ડાયલ પેડને ખોલો અને *99# ટાઇપ કર્યા બાદ કોલ બટન પર ટેપ કરો. અહીં તમને એક નવા મેન્યૂ પર લઈ જશે, જેમાં 7 ઓપ્શન્સ હશે. મેન્યૂમાં Send Money, Receive Money, Check Balance, My Profile, Pending Requests, Transactions અને UPI PIN જેવા ઓપશન્સની લિસ્ટ હશે.
સ્ટેપ 2- જો તમે માત્ર પૈસા મોકલવા માંગતા હો તો ડાયલ પેડ પર નંબર 1 દબાવીને સેન્ડ મની વિકલ્પ પસંદ કરો. આ પછી તમે ફોન નંબર, UPI ID અથવા એકાઉન્ટ નંબર અને IFSC કોડનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકશો.
સ્ટેપ 3- પછી રકમ દાખલ કરો અને ટ્રાન્ઝેક્શનપૂર્ણ કરવા માટે 4 અથવા 6 અંકનો તમારો UPI પિન દાખલ કરો. પછી તમારે ફક્ત 'send' ટેપ કરવાનું છે.
શું છે યૂપીઆઈ
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ / યુપીઆઇ (Unified Payments Interface) એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ એપ દ્વારા તરત જ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. UPIના માધ્યમથી તમે એક બેંક ખાતાને UPI એપ્લિકેશન્સ સાથે લિંક કરી શકો છો. એક યુપીઆઈ એપ દ્વારા અનેક બેંક ખાતાઓ ચલાવી શકાય છે.