બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tight security imposed in Gandhinagar following strike by health workers, farmers and ex-armymen

સઘન સુરક્ષા / ગાંધીનગરમાં કિલ્લેબંધી: વરુણ સાથેના સાધનો સાથે ઉતરી RAFની ટુકડીઓ, પોલીસ પણ સ્ટેન્ડબાય

Malay

Last Updated: 02:07 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આરોગ્યકર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોના આંદોલનને પગલે પાટનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
  • આરોગ્ય કર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની હડતાળનો મામલો
  • RAFના જવાનોને પણ બંદોબસ્તમાં તૈનાત કરાયા 

હાલમાં ગુજરાતમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ કડીમાં નિવૃત સૈનિકો અને ખેડૂતોએ પણ પોતાની માંગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. આરોગ્ય કર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની હડતાળના મામલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  રાજ્યનું પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વિધાનસભાના ગેટ નંબર 1 પાસે સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. વિધાનસભાના ગેટ નંબર 1 પાસે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સહિત RAFના જવાનોને પણ સુરક્ષા માટે કરાયા તૈનાત કરાયા છે. વરુણ સહિતના સાધનો સાથે પોલીસ સ્ટેન્ડબાય છે.

 

પૂર્વ સૈનિકોનું ગાંધીનગરમાં આંદોલન યથાવત

મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે. પૂર્વ સૈનિકો અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન કરી રહ્યા છે.  ત્યારે હવે ખેડૂતો અને આરોગ્યકર્મીઓએ ગાંધીનગરને હિલોળે ચડાવ્યું છે. આરોગ્ય કર્મીઓ દ્વારા આજે ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રેલી સાથે ધરણા કાર્યક્રમ કરશે. આ ઉપરાંત 19મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સચિવાલયનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કરશે તેવું આરોગ્ય કર્મચારીઓના મંડળના પ્રમુખે જણાવ્યું હતું.

 

આરોગ્યકર્મીઓ આકરાપાણીએ

આરોગ્યકર્મીઓ મુખ્ય ત્રણ માંગોને લઇને આકરાપાણીએ છે. મુખ્ય ત્રણ માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. જેમાં ટેક્નિકલ સંવર્ગ ગણીને ઉચ્ચતર પગાર ધોરણની આરોગ્ય કર્મીઓ માંગ કરી રહ્યાં છે. આ સાથે કોરોનાની કામગીરી દરમ્યાન કરેલા કામોમાં રજા પગારની માંગ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોરોના વોરિયર્સ પણ ભથ્થાની માંગ કરી રહ્યાં છે. જોકે, છેલ્લા 40 દિવસથી રાજ્ય સરકાર ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય કર્મચારીઓને મચક નથી આપતી. જેના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓનો પરિપત્ર કરાવવા આક્રમક બન્યા છે. આથી ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્યભરના હજારો કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા એકત્ર થયા હતા. જોકે,  આરોગ્ય કર્મચારીઓએ વિધાનસભા કૂચનો કાર્યક્રમ મોકૂફ રાખી સરકારને આવેદન પત્ર આપ્યું હતું. 

ખેડૂતો છેલ્લાં કેટલાય દિવસથી ગાંધીનગરમાં બેઠા છે ધરણાં પર

આ ઉપરાંત ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો માટે કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતોની બલરામ ભવનથી વિધાનસભા તરફ કૂચ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ દરમ્યાન સરકાર દ્વારા રચાયેલી સમિતિ પર કિસાન સંઘે પ્રહાર કરતા કહ્યું હતું કે, "સરકારે રચેલી સમિતિ CM સુધી યોગ્ય વાત પહોંચાડતી નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિને ખેડૂતો માટે સમય નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિના 5 સભ્યો એક સાથે બેસતા નથી. ખેડૂતોના પ્રશ્નો હલ ન થવા પર આ સમિતિ જવાબદાર છે."

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ