તિબેટના પ્રધાનમંત્રી વડોદરાની પારુલ યુનિવર્સટીની મુલાકાતે આવ્યા હતાં. અહીં તેમણે યુનિવર્સટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ તિબેટમાં શાંતિ માટે કામ કરી રહેલા પ્રધાનમંત્રી ડોકટર લોબસંગ સંગાયએ જણાવ્યું હતું કે ભારતની ધરતીએ ગાંધી સરદાર અને મોદીની ધરતી છે.
તિબેટના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં પહેલી વાર આવવાનો મોકો મળ્યો છે તેની ખુશી છે. તેમને વિદ્યાર્થીઓ સખત મહેનતથી આગળ આવે તેવી સલાહ પણ આપી હતી અને સુષ્મા સ્વરાજને લોક નેતા ગણાવ્યાં હતાં. તેઓ વિપક્ષને પણ સાથે લઈને ચાલતા નેતા હોવાનું જણાવી સુષ્માજીને શ્રદ્ધાંજલિ આપી હતી.
નોંધનીય છે કે, પત્રકાર પરિષદમાં વાતચીત કરતા તિબેટના પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, ચીન તિબેટને છેલ્લા કેટલાય વર્ષોથી પરેશાન કરી રહ્યું છે અને ચીન દ્વારા દરેક સ્થળે પગ પેસારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તિબેટના આસપાસમાં 10 મહત્વની નદીઓ આવેલી છે, જે એશિયાની સૌથી વધુ મહત્વની નદીઓ છે. જેને લઈને ભારત માટે પણ તિબેટ ભૌગોલિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વનું અંગ છે.