બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Thunderstorm forecast in Ahmedabad, then thunderstorm may hit Gujarat

હવામાન ઍલર્ટ / અમદાવાદમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી, તો ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું

Priyakant

Last Updated: 02:19 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Gujarat News: હવામાનનું માનીએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે

  • વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
  • અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના
  • દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવશે ભારે વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. હવામાનનું માનીએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 

રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, અત્યારે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે. જોકે ટૂંક સમયમાં જ  ચોમાસું કેરળ પહોંચશે. આ સાથે કેરળ બાદ ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત પહોંચશે. 

હવામાને શું કરી આગાહી ? 
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. જેને લઈ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ તરફ હવામાને આગાહી કરી છે કે, 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બને તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6થી 9 જુન ચક્રવાત આવવાની સંભાવના છે. જેને લઈ આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ તરફ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.

File Photo

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ તરફ હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયકલોનીક સિસ્ટમ સક્રીય થતાં 50 કિમીની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઇ શકે છે. જેને લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલે શું આગાહી કરી છે ? 
રાજ્યમાં પ્રી-મોનસુન એક્ટિવિટી વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલે છે, 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. 8 જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે. 

File Photo

4 જૂન સુધી વરસાદની આગાહી
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કેટલાક ભાગમાં 4 જૂન સુધી વરસાદની આગાહી છે. તો 3થી 7 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાશે. કેરળના દરિયા કિનારે 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

કેરળમાં મોડુ પહોંચી શકે છે ચોમાસું
અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. વાવાઝોડાના લીધે ભેજ ખેંચાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે નહીં. કેરળના દરિયા કિનારે ચોમાસું થોડું મોડુ પહોંચી શકે છે. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 15 જૂન આસપાસ થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ