બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Three youths were stabbed and robbed by criminals on the Ahmedabad riverfront

ચેતજો / અમદાવાદ રિવરફ્રન્ટ પર ગુનાખોરીનું સામ્રાજ્યઃ ત્રણ યુવકોને છરાના ઘા મારી ગુનેગારોએ લૂંટી લીધા, CCTV લગાવવાની માંગ

Priyakant

Last Updated: 06:22 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Robbery on the Riverfront News: સીસીટીવી કેમેરા વગરના રિવરફ્રન્ટ પર પોલીસ ગુનાનો ભેદ ઉકેલવામાં પાછી પડે છેઃ લૂંટારુઓ યુવકોને અંધારાંમાં લઈ ગયા અને મોબાઈલ-રોકડ રકમ છિનવી લીધા

  • અમદાવાદ  રિવરફ્રન્ટ ગુનાખોરીનું સામ્રાજ્ય  
  • મોડી રાતે 3 યુવકને છરાના ઘા મારી લૂંટી લીધા 
  • રિવરફ્રન્ટથી અટલબ્રિજ સુધી CCTV લગાવવાની માંગ

અમદાવાદ શહેરની ઓળખ બની ગયેલા રિવરફ્રન્ટ પર હવે જાણે ગુનાખોરીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. રિવરફ્રન્ટ ઉપર બાઈક ચોરી, ચેઇન સ્નેચિંગ, વહેલી સવારે સાઇક્લિંગ કરી રહેલી વ્યક્તિઓને લૂંટી લેવાના અનેક બનાવ સામે આવ્યા છે ત્યારે હવે રિવરફ્રન્ટ પર તીક્ષ્ણ હથિયારના જોરે માર મારીને લૂંટી લેવાની ઘટના પણ વધી રહી છે. રિવરફ્રન્ટ પર મોડી રાતે ત્રણ યુવકને છરાના ઘા મારીને ત્રણ મોબાઈલ અને રોકડ રકમ બે શખ્સ લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ યુવકને રિવરફ્રન્ટ પર અંધારાંમાં લઈ જઈને ધાકધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રિવરફ્રન્ટ પર હજારો લોકો આવતા હોય છે ત્યારે આ કિસ્સો લાલબત્તી સમાન છે. બીજી તરફ લૂંટના કિસ્સા બાદ પોલીસ આરોપીની તાત્કાલીક ધરપકડ કરે તેવી પણ લોક માગણી ઊઠી છે.

અમદાવાદનાં ઇસનપુરમાં રહેતા અને ભાડજ સર્કલ પાસે સાલ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા દેવાંશ પટેલે લૂંટની ફરિયાદ નોંધાવી છે. બે દિવસ પહેલાં દેવાંશ તથા તેનો મિત્ર દેવેન્દ્ર તથા આદિત્ય મેચ જોવા ગયા હતા. ત્યારબાદ તેઓ સાબરમતી રિવરફ્રન્ટ નીચેના વોકવેમાં નાસ્તો કરવા ગયા હતા.  દેવાંશ અને તેના મિત્રો નાસ્તો કરી પરત ઘરે જવા નીકળ્યા હતા ત્યારે એક વાગે બે અજાણ્યા શખ્સ દેવાંશ અને તેના મિત્રો પાસે આવ્યા હતા. એક અજાણ્યા શખ્સે દેવાંશના મિત્રનો કોલર પકડી લીધો હતો. જ્યારે બીજાએ છરો બતાવીને કહ્યું હતું કે, ‘તુમ્હારે પાસ જો કુછ ભી હૈ વો સબ નિકાલ કે દે દો’ કહી ધમકાવ્યા હતા. જોકે ત્રણ મિત્રોએ તેમની વસ્તુઓ આપવાની ના પાડી હતી.

રિવરફ્રન્ટના ખૂણામાં લઇ ગયા અને.... 
બે અજાણ્યા શખ્સે ત્રણેય યુવકને રિવરફ્રન્ટના ખૂણામાં લઇ જઈને નીચે બેસાડી દીધા હતા. આ બે શખ્સે દેવાંશના મિત્રના માથામાં છરો મારીને લોહી કાઢી નાખ્યું હતું. છરાથી હુમલો કરતાં ત્રણેય યુવક ગભરાઈ ગયા હતા. બે શખ્સે ત્રણ યુવકને માર મારી બળજબરીથી ત્રણ મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લીધાં હતાં. તે પછી બંને અજાણ્યા શખ્સ ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા.  દેવાંશે ઉસ્માનપુરા ગાર્ડન પાસે જઈને મદદ માગી હતી. દેવાંશના મિત્રને માથામાંથી લોહી નીકળતું હોવાથી તેને સારવાર અર્થે તેઓ હોસ્પિટલ લઇ ગયા હતા. બંને શખ્સે ત્રણેય યુવક પાસેથી ૩૩ હજારની લૂંટ ચલાવી હતી. દેવાંશે આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

રિવરફ્રન્ટથી અટલબ્રિજ સુધી સીસીટીવી કેમેરા લગાવવાની માગ
રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા મૂકવાની માગણી વધુ એક વખત ઉગ્ર બની છે. ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ એસવીપી હોસ્પિટલથી દર્દીઓની મુલાકાત લઈ સરદારબ્રિજ સુધી અટલબ્રિજ ફૂટપાથથી એલિસબ્રિજ ઈવનિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે સાગરીત સાથે બાઇક ઉપર બેસીને તેમનો આઈફોન ચોરી લીધો હતો. આ અંગે ઈકબાલ શેખે રાજ્યના ગૃહપ્રધાનને પત્ર પાઠવીને જમાલપુર રિવરફ્રન્ટથી અટલબ્રિજના પૂર્વ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની માગણી કરી છે. પૂર્વના રિવરફ્રન્ટમાં સીસીટીવી કેમેરા ન હોવાથી લૂંટ અને મહિલાઓની છેડતી જેવા બનાવો બનતા હોવાથી તેને અટકાવવાની પણ તેમણે વિનંતી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ