બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three Saurashtra BJP leaders clash, CR Patil's speech surprises everyone

સાહેબ વાત મળી છે / સૌરાષ્ટ્ર BJPના ત્રણ નેતાઓ સાથે જબ્બર દાવ થઈ ગયો! મોં મીઠું કરાવી દીધા પછી છીનવાઇ ગયા પદ

Malay

Last Updated: 07:34 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર ભાજપના ત્રણ નેતાઓને પ્રદેશમાંથી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી. અગ્રણીઓએ હરખમાં સગા સંબંધી અને મિત્રોના મોં પણ મીઠા કરાવી દીધા. સાંજે સંદેસો આવ્યો કે હવે તમે પ્રભારી નથી. તો સી.આર.પાટીલના ભાષણે સૌને માથુ ખંજવાડતા કરી દીધા છે. સી.આર. પાટીલે કહ્યું કે ‘પોરબંદર લોકસભાની ટિકિટ આપવાની મારી પાસે સત્તા નથી પરંતુ સાંસદ રમેશ ધડુક ફરી લોકસભામાં જશે’ હવે આમાં સમજવું શું?

ગાદી અને વનવાસના ખેલમાં મંથરા કોણ?
સૌરાષ્ટ્ર ભાજપના ત્રણ નેતાઓ સાથે જબ્બર દાવ થઈ ગયો! ભાજપના ત્રણ મોટા નેતાની નિમણૂકમાં રોન કોણે કાઢી તે સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે સૌરાષ્ટ્ર ભાજપના ત્રણ નેતાઓને પ્રદેશમાંથી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી. રાજકોટના ધનસુખ ભંડેરીને જુનાગઢ ગ્રામ્ય, બોટાદના સુરેશ ગોધાણીને કર્ણાવતી ગ્રામ્ય અને વેરાવળના ઝવેરીભાઈ ઠકરારની કર્ણાવતી શહેરમાં પ્રભારી પદે નિમણૂક થઈ. પ્રદેશમાંથી સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ. અગ્રણીઓએ હરખમાં સગા સંબંધી અને મિત્રોના મોં પણ મીઠા કરાવી દીધા પરંતુ આ ખુશી ઝાઝુ ના ટકી શકી. અચાનક આ ત્રણે નેતાઓ પર પ્રદેશમાંથી સંદેશા આવી ગયા કે યાદીને ભૂલી જાવ, તમે હવે પ્રભારી નથી. આ તો એવું થયું કે સવારે ગાદી મળી અને સાંજે વનવાસ... સ્વાભાવિક છે કે દુઃખ તો થાય પરંતુ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકરનો રાગ આલાપી ત્રણેય નેતાજીએ નિર્ણય સ્વીકારી લીધો. હવે સૌરાષ્ટ્ર ભાજપમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે પ્રભારીની યાદીમાં ડખ્ખો શું પડ્યો?  પહેલા ગાદી અને પછી અચાનક વનવાસનું કારણ શું? આ ત્રણ નેતાઓના ગાદી યોગમાં વિઘ્ન કંઈ મંથરાએ નાખ્યું છે? સંભવિત મંથરા કોણ હોઈ શકે તેના નામોની કાર્યકરો ખાનગીમાં ચર્ચા પણ કરી રહ્યા છે. 

રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક.. "આટકોટ"ના પોલિટિકલ આંચકા અસર કરશે?
એક વર્ષ પૂર્વે પીએમ મોદીના હસ્તે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું, જેનો શ્રેય ભાજપના ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાને મળ્યો હતો. થોડા સમય પૂર્વે આ જ હોસ્પિટલમાં સીએમ ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો આ વિસ્તારની આરોગ્ય સેવાની ગાડી પાટે ચડાવી દેનારા ડૉ. બોધરાની રાજકીય ગાડી લોકસભામાં પૂરપાટ દોડશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે, ત્યારે સી.આર.પાટીલના ભાષણે સૌને માથુ ખંજવાડતા કરી દીધા છે. ગોંડલની એક સભામાં પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે ‘પોરબંદર લોકસભાની ટિકિટ આપવાની મારી પાસે સત્તા નથી પરંતુ સાંસદ રમેશ ધડુક ફરી લોકસભામાં જશે’  હવે આમાં સમજવું શું? હવે જાણકારો રાજકોટ પોરબંદર બેઠકોના સમીકરણો માંડી રહ્યા છે. વાત એમ છે કે જો પોરબંદર લોકસભા બેઠક લેઉવા પટેલને અપાય તો રાજકોટ બેઠક પર કડવા પટેલનો દાવો રહે. પોરબંદર પર હાલ લેઉવા પટેલ રમેશ ધડૂક અને રાજકોટ બેઠક પર કડવા પટેલ મોહનભાઈ કુંડારીયા સાંસદ પદે બિરાજમાન છે. પોરબંદર બેઠક પર સી.આર. પાટીલના પ્રમાણે રમેશ ધડુક  ફરી એકવાર અજમાવામાં આવે તો રાજકોટ બેઠક પર સ્વાભાવિક જ કડવા પટેલ ઉમેદવારની દાવેદારી થાય. માનો કે મોહનભાઈ કુંડારીયા 'નો રીપીટ' થીયરની અડફેટે આવી પણ જાય તો પણ આ સ્થિતિમાં નવો નંબર તો કડવા પટેલનો જ લાગે હવે આ સ્થિતિમાં ડૉ. બોઘરાનો મેળ કેમ પડે તેવા સવાલો પૂછાઈ રહ્યા છે. 

રાજકોટ ભાજપમાં નવા ‘પાવર સેન્ટર્સ’
રાજકોટ શહેરનું માળખું આખરે જાહેર થઈ ગયું. મુકેશભાઈ દોશીની નવી ટીમમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો સાથે બધું હેમખેમ ગોઠવાઈ ગયું.  પરંતુ સંગઠનની જાહેરાત પહેલા રાજકોટમાં પાવરના 2 સેન્ટર સૌના ધ્યાનમાં આવ્યા. જેમાં એક શ્રી રાજ રેસિડેન્સી, રાજકોટ દક્ષિણના અબજોપતિ ધારાસભ્ય રમેશ ટીલાળા, પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા અને સી. આર. પાટીલના નજીકના ગણાતાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા. એક જ જગ્યાએ આ તમામ દિગ્ગજ નેતાઓનું નિવાસ સ્થાન છે. તો બીજું છે રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું કાર્યાલય. શહેર સંગઠનમાં સ્થાન મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ સત્તાના બે કેન્દ્રો પર ખૂબ ચક્કર લગાવ્યા હતા.!   અત્યારે તો ક્યા સેન્ટર્સના કેટલા “ગોઠવાયા’ છે અને કેટલા ‘રહી’ ગયા છે તેનો હિસાબ લગાવાઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ