બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Three policemen of Ahmedabad, deal for 60 thousand, threat to implicate in wrong case, prosecutor said scary

કાર્યવાહી / અમદાવાદના ત્રણ પોલીસકર્મી, 60 હજારમાં સોદો, ખોટા કેસમાં ફસાવવાની ધમકી, ફરિયાદીએ જણાવી ડરામણી આપવીતી

Vishal Khamar

Last Updated: 05:10 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉભા થયા છે. ત્યારે એરપોર્ટથી ઘરે જઈ રહેલ દંપત પાસેથી પોલીસ દ્વારા પૈસા પડાવતા સમગ્ર મામલો સોલા પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ સોલા પોલીસે ટ્રાફિક પોલીસનાં 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદમાં પોલીસની કામગીરી પર ફરી ઉઠ્યા સવાલો 
  • એરપોર્ટ પરથી ટેક્સીમાં ઘરે જતા દંપતી પાસેથી પડાવ્યા 60 હજાર રૂપિયા  
  • રાત્રી દરમિયાન જાહેરનામાના ભંગની ફરિયાદ કરવા આપી હતી ધમકી
  • ટ્રાફિક પોલીસના 3 કર્મચારીઓની સંડોવણી સામે આવી

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન કડક ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતું હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં એરપોર્ટથી બોપલ જઈ રહેલ એક દંપતી પર કેસ કરવાની ધમકી આપી તેની પાસે કેસ ન કરવા પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા પોલીસ યુવકને ગાડીમાં બેસાડી એટીએમ પાસે લઈ જતા યુવકે પૈસા ઉપાડતા પોલીસ દ્વારા યુવક પાસેથી પૈસા પડાવી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સોલા પોલીસે ટ્રાફીકનાં 3 પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરી

લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનો પોલીસને નવો કિમીયો
અમદાવાદનાં પોશ વિસ્તાર ગણાતા એવા સાઉથ બોપલ ખાતે રહેતા મિલન ભાઈ તા. 25 નાં રોજ ભાડેથી ઉબર ગાડીમાં એરપોર્ટથી તેઓનાં ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન એસ.પી. રીંગ રોડ ઓગણજ ચોકડી પાસે પહોંચતા એક પોલીસની જીપ ત્યાં ઉભી હતી. ત્યારે પોલીસ સિવિલ ડ્રેસમાં હાજર રહેલ પોલીસ કર્મી દ્વારા મિલનભાઈને ઉભા રાખી તેઓને કહેલ કે તમે જાહેરનામાનો ભંગ કરેલ છે. તમારી સામે કેસ કરવો પડશે તેમ કહી ડરાવી ધમકાવી તેઓ પાસે પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા મિલનભાઈને પોલીસની ગાડીમાં બેસાડી એટીએમ ખાતે લઈ ગયા હતા. 

જો તમે પૈસા નહી આપો તો જેલમાં પૂરી દઈશુંઃ પોલીસકર્મી
ઘટનાં સ્થળે હાજર રહેલ પોલીસ કર્મીઓમાં બે વ્યક્તિએ ખાખી કપડા પહેરેલ હતા. જ્યારે એક વ્યક્તિ સિવિલ ડ્રેસમાં હતો.  ત્યારે સિવિલ ડ્રેસ પહેરેલ જે વ્યક્તિ ઉબરમાં મિલનભાઈની પત્નિ તેમજ બાળક સાથે બેસી ગયો હતો. જે બાદ મિલનભાઈની પત્નિનો ફોન સ્વીચ ઓફ કરી દઈ તેઓને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસકર્મી દ્વારા બે લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી કે જો તમે પૈસા નહી આપો તો જેલમાં પૂરી દઈશું. 

મિલનભાઈ પાસેથી પોલીસકર્મીઓ દ્વારા 40 હજાર લીધા હતા
પોલીસ દ્વારા પૈસાની માંગણી કરતા મિલનભાઈએ કહેલ કે મારી પાસે આટલા બધા પૈસા નથી. હું માત્ર આપને 10 હજાર આપી શકું તેમ છું. જે બાદ પોલીસકર્મી તેમજ મિલનભાઈ વચ્ચે લાંબી રકઝક બાદ અંતે 60 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ત્યારે બાદ ગણેશ ગ્લોરી પાસે આવેલ એસબીઆઈ બેંકનાં નાં એટીએમમાંથી મિલનભાઈએ 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જે પૈસા પોલીસ કર્મી દ્વારા લઈ લીધા હતા.
ઉબર ગાડીનાં ડ્રાયવરનાં ખાતામાં 20 હજાર ટ્રાન્સફર કર્યા
પોલીસકર્મીઓની માંગણી આટલેથી ન અટકતા તેઓએ વધુ 20 હજારની માંગણી કરી હતી. જે પૈસા પોલીસ દ્વારા ઉબેર ગાડીનાં ડ્રાયવરનાં ખાતામાં મિલનભાઈની પત્નિએ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે બાદ ઉબેર ગાડીનાં ડ્રાયવર દ્વારા તે પૈસા ઉપાડીને પોલીસકર્મીને આપ્યા હતા. 

બીજા દિવસે સમગ્ર મામલે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ઘરે ગયા બાદ મિલનભાઈએ સમગ્ર ઘટનાં બાબતે તેમનાં પિતાને જાણ કરી હતી. ત્યારે બીજા દિવસે મિલનભાઈ તેમજ તેમનાં પિતા બંને સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સમગ્ર મામલે અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ સોલા પોલીસે ત્રણ પોલીસકર્મી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એચ.એમ.સનસાગરા (એસીપી, એ ડીવીઝન)

ત્રણેય પોલીસકર્મીઓની હાલ ધરપકડ કરવામાં આવીઃ ડીસીપી લવિના સિંહા
આ બાબતે ઝોન 1 નાં ડીસીપી લવિના સિંહાએ જણાવ્યું હતું કે, સોલા પીલીસે ગઈકાલે રાત્રે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવી હતી. ત્યારે ત્રણેય પોલીસકર્મીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.  

7 PM update..

  • અમદાવાદમાં દંપતીને લૂંટનાર 3 પોલીસ કર્મીની અટકાયત
  • સોલા પોલીસ સ્ટેશનમાં 3 પોલીસ કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ 
  • કોન્સ્ટેબલ મુકેશ ચૌધરી, ASI અશોક ચૌધરી, TRB જવાન વિશાલ સામે ફરિયાદ
  • ત્રણેય આરોપી ટ્રાફિક A ડિવિઝનમાં PCR વાનમાં ફરજ બજાવતા હતા
  • આરોપીઓએ મિલન કૈલા નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 60 હજાર ખંખેર્યા હતા
  • એરપોર્ટથી ઉબેર ટેક્સીમાં ઘરે જતી વખતે દંપતીને રોક્યા હતા
  • જાહેરનામા ભંગનો કેસ કરવાની ધમકી આપી માગ્યા હતા 2 લાખ
  • ત્રણેય ટ્રાફિક જવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ