બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Three accused arrested in the case of robbery with an employee of Angadia firm in Bapunagar
Last Updated: 12:21 AM, 20 July 2023
ADVERTISEMENT
અમદાવાદમાં આંગડિયા પેઢીનો બહુ મોટો ધંધો છે તેવું વિચારીને પ્રોફેશનલ લૂંટારુઓ દિલ્હીથી આવ્યા અને ૪૬.૫૧ લાખની લૂંટ કરીને નાસી ગયા. લૂંટારુઓ દિલ્હીથી અમદાવાદ કારમાં આવ્યા હતા અને બાદમાં રથયાત્રાના દિવસે બાઇકની ચોરી કરી હતી. બાઇક ચોરી કરીને તેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પહેલી વખત લૂંટ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જેમાં તે સફળ પણ થયા પરંતુ ક્રાઇમ બ્રાંચના જાંબાઝ અધિકારીઓએ માત્ર એક મહિનામાં એક પછી એક કડીઓ મેળવીને લૂંટારુઓને ઝડપી પાડ્યા છે. પાંચ લૂંટારુઓ લૂંટ કરવા માટે આવ્યા હતા. બાપુનગરમાં થયેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
( અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન )
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 17, 2023
શહેરકોટડા આંગડીયા પેઢી લૂંટના ત્રણ વ્યકિતને રૂ.૬,૮૧,૦૦૦/- ના મુદ્દમાલ સાથે ઝડપી શહેર કોટડા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/DgdVpSJIEv
ADVERTISEMENT
લૂંટ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો
ત્રણેય લૂંટારુઓ દિલ્હીના રહેવાસી છે અને પ્રોફેશનલ લૂંટ કરનાર ગેંગ છે. રથયાત્રા બાદ આરોપીએ બાપુનગર વિસ્તારમાંથી ૪૬.૫૧ લાખની લૂંટ કરી હતી. જેમાંથી ક્રાઇમ બ્રાંચે ૬.૮૧ લાખ કબજે કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે બે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છેકે ગત મહિને શહેરના બાપુનગરમાં યોગેશ્વર પાર્કમાં રહેતા આંગડિયા પેઢીના કર્મચારી ૪૬.૫૧ લાખ ભરેલો થેલો લઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાર્કિંગમાં ત્રણ શખ્સ બાઈક પર આવ્યા હતા. જેમણે બંદૂક બતાવીને લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ લૂંટારુઓએ બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે શહેરકોટડા પોલીસે લૂંટ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
અનેક ગુના નોંધાઇ ચૂક્યા છે
ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસેથી રાહુલ ગુપ્તા, ગૌરવ હુડ્ડા, અને સુનીલકુમાર સિંગની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી મૂળ દિલ્હીના રહેવાસી છે. ત્રણેય આરોપી પાસેથી પોલીસે લૂંટ કરેલ ૬,૮૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ કુખ્યાત ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેમની વિરુદ્ધ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મારામારી, લૂંટ,ચેઈન સ્નેચિંગ, હત્યાની કોશિશ, ખંડણી સહિતના અનેક ગુના નોંધાઇ ચૂક્યા છે.
લૂંટારુ ગેંગના સાગરીતોએ થોડા સમય પહેલાં અમદાવાદની એક આંગડિયા પેઢીમાં રૂપિયા મોકલાવ્યા હતા. ત્યારે આંકડિયા પેઢીનો વહીવટ જોઈને લૂંટારુઓએ પ્લાન બનાવ્યો હતો કે, ‘બાપુનગરમાં આંગડિયા પેઢીનો બહુ મોટો ધંધો છે. એક ચાન્સ લઈએ.’ લૂંટારુઓએ તરત લૂંટ કરવાનો પ્લાન બનાવી દીધો અને અમદાવાદ ગાડી લઇને દિલ્હીથી આવી ગયા હતા. ગાડીને અવાવરું જગ્યા પર પાર્ક કરીને લૂંટારુઓએ બાઇક ચોર્યું હતું અને બાદમાં રેકી કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાંચે હાલ બે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.