બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Thousands of devotees on Mount Girnar are troubled: cold, rain from above, ropeway also closed

જૂનાગઢ / ગિરનાર પર્વત પર હજારો ભક્તો હેરાન-પરેશાન: એક તો ઠંડી, ઉપરથી વરસાદ, રોપ-વે પણ બંધ, હજુ ત્રણ લાખ લોકો કરી રહ્યા છે પરિક્રમા

Priyakant

Last Updated: 09:54 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain In Girnar Latest News: ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે હજારો યાત્રીઓ ફસાયા, ગિરનાર રોપ વે બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં પણ તકલીફ

  • જૂનાગઢ-ગિરનાર પર્વત પર કમોસમી વરસાદ
  • શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ
  • પરિક્રમા દરમિયાન વરસાદથી લોકોને હાલાકી 
  • 2થી 3 લાખ લોકો છે પરિક્રમા રૂટ પર

Heavy Rain In Girnar : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ તરફ ગિરનારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે હજારો યાત્રીઓ ત્યાં ફસાઈ ગયા છે. મહત્વનું છે કે, લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ યાત્રિકો ગિરનાર પર્વત પર ચડે છે. જોકે અચાનક મોસમ બદલાતા ભારે વરસાદને કારણે અનેક યાત્રિકો અહીં ફસાઈ ગયા છે. આ તરફ ગિરનાર રોપ વે પણ બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં પણ તકલીફ પડી રહી છે. 

જુનાગઢમાં હવામાનની આગાહી મુજબ વરસાદ શરૂ થયો છે. ગિરનાર પર ભારે વરસાદથી હજારો યાત્રીઓ ફસાયા છે. અચાનક મોસમ એ લીધેલ બદલાવના કારણે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે, હજુ ગિરનાર પરીક્રમા ચાલુ હોવાથી અનેક યાત્રિકો ગિરનાર પર વરસાદને કારણેમુશ્કેલીમાં મુકાયા છે. આ તરફ વરસાદથી બચવા કોઈ સુવિધા ન હોઇ યાત્રિકો મંદિરોમાં આશરો લઇ રહ્યા છે. 

ઠંડી વચ્ચે વરસાદની એન્ટ્રીથી મુશ્કેલી 
આ તરફ ગિરનાર પર્વત વિસ્તારમાં ઠંડી સાથે વરસાદથી યાત્રિકોની મજા બગડી છે. આ તરફ ગિરનાર રોપ વે પણ બંધ હોય યાત્રિકોને નીચે આવવામાં પણ તકલીફ પડી રહી છે. વૃદ્ધો અને નાના બાળકો પણ સાથે હોવાથી યાત્રિકો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે, પોલીસ જવાન પણ રોપ વે ચાલુ ન હોવાથી ફરજ પર પહોંચી શક્યા નહોતા. 
 
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ
આગાહી મુજબ જુનાગઢ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ તરફ હાલમાં ગિરનાર પરિક્રમા પણ ચાલુ હોઇ યાન વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે. મહત્વનું છે કે, વરસાદી માહોલ વચ્ચે હજી પણ 2થી 3 લાખ લોકો પરિક્રમા રૂટ પર છે. જોકે અચાનક વરસાદ શરૂ થતાં લોકો મંદિરોમાં આશરો લઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ