બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / This year will be good for farmers, heavy rains are predicted in north-central Gujarat

ચોમાસાની જમાવટ / ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દરિયાકિનારે ફૂંકાશે પવન: અંબાલાલ પટેલ

Malay

Last Updated: 12:27 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો ખુશ ખુશ થઈ જાય તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે.

 

  • વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન
  • આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશેઃ અંબાલાલ પટેલ
  • 'ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે' 

ગુજરાતમાં પહોંચતા મેઘરાજાએ ભલે લોકોને રાહ જોવડાવી, પરંતુ હવે મેઘરાજા પોતાના આગમન સાથે જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે અને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરી દે તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે. આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. સાથે જ આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થવાની સંભાવના છે.

May be an image of 4 people and text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM અંબાલાલની આગાડી ગુજરાતમાં ભારે વરસાદથી લઈને ચક્રવાતની આગાહી ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે, વરાપ કરીને વાવેતર કરવું હિતાવહ, હસ્ત નક્ષત્રમાં પવન સાથે વરસાદની શક્યતા, 5 ઓક્ટોબરે દરિયાકિનારે પવન ફૂંકાશે, 18થી 20 નવેમ્બર ચક્રવાતની શક્યતા"

ઓક્ટોબરમાં ફૂંકાશે દરિયાકિનારે ભારે પવન
તેમણે જણાવ્યું છે કે, ખેડૂતોએ વરાપ કરીને વાવેતર કરવું હિતાવહક છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ઓક્ટોબરે દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન રહેશે. સાથે જ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે. 

હવામાન વિભાગે શું કહ્યું?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ વલસાડ, નવસારી, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ