બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / This one rental mistake can land you in jail! Know these rules for renting a house today

તમારા કામનું / ભાડુઆતની આ એક ભૂલ તમને ખવડાવી શકે છે જેલની હવા! આજે જ જાણી લો ઘર ભાડે આપવાના આ નિયમ

Megha

Last Updated: 01:00 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાડુઆત કોઈ ભૂલ કરે તો શું તે ભૂલની સજા મકાન માલિકને પણ મળે છે? આ માટે ભાડુઆત અને મકાનમાલિક માટે કેટલાક કાયદાઓ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.

  • ભાડુઆતની ભૂલની સજા મકાન માલિકને પણ મળે?
  • મકાનમાલિક સામે કાર્યવાહી
  • મોડેલ ટેનન્સી એક્ટ
  • લેખિત કરાર હોવો જરૂરી

કોરોના પૂરું થયા પછી હવે ઓફિસ ખૂલવા લાગ્યા છે અને એ કારણે મકાન અને ફ્લેટ્સની ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જો કે મકાન ભાડે આપતા સમયે ભાડુઆત વિશે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે ભાડુઆતના કારણે ઘણા કિસ્સામાં મકાન માલિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભાડુઆત કોઈ ભૂલ કરે તો શું તે ભૂલની સજા મકાન માલિકને પણ મળે છે? આ માટે ભાડુઆત અને મકાનમાલિક માટે કેટલાક કાયદાઓ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. 

મકાનમાલિક સામે કાર્યવાહી
વકીલ અનુસાર જો ભાડુઆત ઘરમાં કોઈ ગેરકાયદેસર કામ કરશે તો તપાસ બાદ પોલીસ ભાડૂઆત સામે જ કાયદેસરની કાર્યવાહી કરશે. જો કે બધા માટે એક જ નિયમ છે. એ અનુસાર જો જરૂર પડી તો મકાનમાલિકે એ તપાસમાં પોલીસનો સંપૂર્ણ સહકાર આપવો પડશે. જો કે ખાસ ધ્યામાં રાખવાનું રહ્યું કે તપાસ દરમિયાન જો મકાનમાલિક પોલીસને ગેરમાર્ગે દોરશે અથવા તો ભાડુઆત સાથે મીલીભગત કરશે તો મકાનમાલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોડેલ ટેનન્સી એક્ટ
જણાવી દઈએ કે વર્ષ 2021 માં આ મોડેલ ટેનન્સી એક્ટ 2021 લાગુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલના જણાવ્યા અનુસાર મોડલ ટેનન્સી એક્ટ 2021ની કલમ 21 અને 22 મુજબ,  ભાડુઆતને ઘરમાંથી કાઢી મૂકવા માટે કે ઘર ખાલી કરવા ઉપરાંત મિલકતના કબજાની વસૂલાત માટેની અરજી રેન્ટ કોર્ટમાં દાખલ કરવી પડશે. 

લેખિત કરાર હોવો જરૂરી
આ સિવાય મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે લેખિત કરાર હોવો જરૂરી છે. એ લેખિત કરારમાં ભાડુઆત કેટલા સમય સુધી રહેશે, તેનું ભાડું કેટલું હશે અને સિક્યોરિટી મની વગેરેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ દર વર્ષે ભાડા વધારાની ટકાવારી પણ લખવી જરૂરી છે. ભાડા કરાર નિશ્ચિત સમયગાળા માટે જ માન્ય રહેશે. નિયત સમયગાળો પૂરો થયા પછી, જો મકાનમાલિક ભાડુઆતને હજુ રાખવા માંગે છે, તો તેને ફરી વાર નવો કરાર કરવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ