બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / This much charge has to be paid for Jalabhishek in Ghela Somnath temple of Rajkot

વિવાદ / હવેથી રાજકોટના ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે ચૂકવવો પડશે આટલો બધો ચાર્જ! નાયબ કલેક્ટરના નિર્ણયથી શિવભક્તો નારાજ

Priyakant

Last Updated: 11:19 AM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક ચાર્જ ચૂકવવાના નિર્ણય સામે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે કર્યો વિરોઘ

  • ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક કરવા લાગશે ચાર્જ
  • નાયબ કલેક્ટરને 351 રૂપિયા ચાર્જ નક્કી કર્યો
  • નાયબ કલેક્ટરના નિર્ણયથી શિવભક્તો નારાજ

આપણા હિન્દુ સમાજમાં સોમવાર એટલે મહાદેવ અને મહાદેવ એટલે સોમવાર. જેમાં સોમવારે દરેક શિવમંદિરે શિવભક્તોની લાંબી કતારો જોવા મળે છે. જોકે રાજકોટના જસદણમાં આવેલા ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નાયબ કલેક્ટરે જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ હવે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કર્યો છે. 

શું છે સમગ્ર મામલો ? 

રાજકોટના જસદણ ખાતે આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવે છે. આ તરફ જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટો નિર્ણય કરતાં હવે શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કરતાં સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો છે. 

જાણો શું કર્યો નિર્ણય ? 

જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે હવેથી ચાર્જ ચુકવવો પડશે. કારણ કે જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. જોકે નાયબ કલેક્ટરના નિર્ણયથી શિવભક્તો નારાજ જોવા મળી રહ્યા છે. આ સાથે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કરી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

સંત સમાજ કુંવરજી બાવળિયાને કરશે રજૂઆત

જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાના નિર્ણયના વિરોધમાં હવે સંત સમાજ પણ જોડાયો છે. જેમાં હવે વિરોધ સાથે સામાજિક અગ્રણીઓ અને સંત સમાજ કુંવરજી બાવળિયાને રજૂઆત કરશે. 

શું કહ્યું નાયબ કલેક્ટરે ? 

આ તરફ જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાના નિર્ણય બાદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અંગત સ્વાર્થ હોવાથી અમૂક લોકો વિરોધ કરે છે. જળાભિષેકના જે રૂપિયા આવશે તેનો યાત્રી સુવિધામાં ઉપયોગ થશે. જોકે મહત્વનું છે કે, રાજકોટના કલેક્ટર ઘેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ