બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / This is not called exploitation.! What is the obstacle in the abolition of fixed salary in Gujarat? Why the trial period of 5 years?

મહામંથન / આને શોષણ ન કહેવાય.! ગુજરાતમાં ફિક્સ પગારની નાબૂદીમાં અડચણ શું છે? અજમાયશી સમય 5 વર્ષનો કેમ?

Vishal Khamar

Last Updated: 09:19 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી ફીક્સ પગારનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ફીક્સ પગારદાર કર્મચારીઓ દ્વારા અનેક આંદોલન કરવામાં આવ્યા, અસંખ્ય વખત રજૂઆત કરી તેમ છતા પણ હજુ સુધી સરકારે ફીક્સ પગાર નાબુદી અંગે કંઈ વિચારણા કરી નથી. અને સમયાંતરે ફીક્સ પગાર પે સ્કેલ વધારીને કર્મચારીઓને મનાવવાનો પ્રયત્ન કરે છે.

ફિક્સ પગારનો મુદ્દો ગુજરાતમાં ઘણા વર્ષોથી ચર્ચામાં છે. અનેક રજૂઆત આંદોલન થયા, મામલો સુપ્રીમકોર્ટમાં પડતર છે પણ હજુ સુધી તેનો ઉકેલ ઝાંઝવાના જળ જેવો છે. સાવ એવુ પણ નથી કે સરકાર આ મામલે ગંભીર નથી. સમયાંતરે ફિક્સ-પે સ્કેલ વધારીને ફિક્સ પગારના કર્મચારીઓને સરકાર ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, એટલુ જ નહીં પણ કરાર આધારીત અને ફિક્સ-પેથી ભરતી નાબૂદીની વિચારણાં પણ ચાલી રહી છે, દર બજેટમાં તેના માટે અલગથી ફાળવણીની પણ વાત થાય છે. પરંતુ હજુ સુધી ફિક્સ-પેના કર્મચારીઓ માટે એ સૂરજ ઉગ્યો નથી. ફિક્સ પગારમાં અનેક વિસંગતતાઓની રજૂઆત કર્મચારી મહામંડળે વખતો વખત કરી ત્યારે રાજ્ય સરકારને શું હવે આ નીતિ કરકસરના નામે પસંદ આવી ગઈ છે કે કેમ.. ફિક્સ પગાર નાબૂદી અંગે જો સરકાર વિચારી શક્તી હોય તો તેની અમલવારીમાં અડચણ શું છે.. વર્ગ-3ના કર્મચારીઓ જે નિયમિત ભરતીથી આવે છે તેનો અજમાયશી સમય અને વર્ગ-3ના ફિક્સ પગારના કર્મચારીઓના અજમાયશી સમયમાં ફેરફાર કેમ.. સરકાર આ બાબતે નક્કર સ્ટેન્ડ ક્યારે લેશે.

  • ફિક્સ-પે નાબૂદી માટે સરકારને રજૂઆત
  • રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી, મુખ્યસચિવને રજૂઆત કરી
  • ફિક્સ પગારથી કર્મચારીઓનું શોષણ થતું હોવાની રજૂઆત

ફિક્સ-પે નાબૂદી માટે સરકારને રજૂઆત કરી છે.  રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી, મુખ્યસચિવને રજૂઆત કરી છે.  ફિક્સ પગારથી કર્મચારીઓનું શોષણ થતું હોવાની રજૂઆત કરી છે.  વર્ગ-3ના કર્મચારીઓને નજીવા પગારમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરી છે.  ફિક્સ પગારનો સમયગાળો પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ હોવાની રજૂઆત છે.

  • વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે
  • ફિક્સ-પેના કર્મચારીઓ અન્ય સમકક્ષ જગ્યાએ જોડાય તો હાલના લાભ જોડાતા નથી
  • કર્મચારીના પાંચ વર્ષ દરમિયાનના ઈજાફા ગણતરીમાં લેવાતા નથી

કર્મચારી મંડળની રજૂઆત શું છે?
વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે. ફિક્સ-પેના કર્મચારીઓ અન્ય સમકક્ષ જગ્યાએ જોડાય તો હાલના લાભ જોડાતા નથી. કર્મચારીના પાંચ વર્ષ દરમિયાનના ઈજાફા ગણતરીમાં લેવાતા નથી. વર્ગ-1, વર્ગ-2ના કર્મચારીનો અજમાયશી બે વર્ષ જયારે વર્ગ-3માં 1 વર્ષનો સમય છે.  વર્ગ-3ના ફિક્સ પગારદારોનો અજમાયશી સમય 5 વર્ષનો છે તે મોટી વિસંગતતા છે.  ફિક્સ પગારને કારણે કર્મચારીઓને મોટુ નાણાંકીય નુકસાન થઈ રહ્યું છે. 

  • ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ અમલમાં આવી
  • જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ કરકસરનો હતો
  • 1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ

રાજ્યમાં ફિક્સ-પેની નીતિ ઉડતી નજરે
ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ અમલમાં આવી છે.  જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ કરકસરનો હતો. 1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ. ફિક્સ પગારની નીતિ તબક્કાવાર રાજ્ય સરકારના વિભાગોમાં દાખલ થઈ છે. વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી.  વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક ફિક્સ પગારથી થાય છે. 

  • ફિક્સ પગારના કર્મચારીઓનો છ વર્ષથી પગાર વધારો થયો નથી
  • છેલ્લો પગાર વધારો 2017માં કરવામાં આવ્યો હતો
  • છ વર્ષનો સમય પસાર થયા છતા પગાર વધારા અંગે સમીક્ષા થઈ નથી

સચિવાલય સ્ટાફ એસો.ની શું હતી રજૂઆત?
ફિક્સ પગારના કર્મચારીઓનો છ વર્ષથી પગાર વધારો થયો નથી.  છેલ્લો પગાર વધારો 2017માં કરવામાં આવ્યો હતો. છ વર્ષનો સમય પસાર થયા છતા પગાર વધારા અંગે સમીક્ષા થઈ નથી. સુપ્રીમકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવી. અન્ય રાજ્ય જેવી અનુકૂળ ફિક્સ-પે નીતિ બનાવવી. 

આ વિસંગતતા કેમ દૂર કરવી?.

વર્ષ 2017
પોસ્ટ

નાયબ સેક્શન અધિકારી

ફિક્સ પગાર 38090
નિયમિત પગાર 46275
હાલનો નિયમિત પગાર 71014
   
વર્ષ 2017
પોસ્ટ

ઓફિસ આસિસ્ટન્ટ

ફિક્સ પગાર 19950
નિયમિત પગાર 22965
હાલનો નિયમિત પગાર 36654
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ