બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / This is not a hate crime: Canada shows firmness despite India strong opposition

પ્રતિક્રિયા / આ કોઈ હેટક્રાઇમ નથી: ભારતના સખત વિરોધ બાદ પણ કેનેડા બતાવી રહ્યું છે અક્કડ, સંબંધોમાં આવશે તિરાડ?

Megha

Last Updated: 09:18 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખીની ઘટનાથી ભારતમાં ભારે રોષ ફેલાયો હતો. આકરી પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે તે બંને દેશો વચ્ચેના સંબંધો માટે સારું નથી.

  • ઈન્દિરા ગાંધીની હત્યાને દર્શાવતી એક ઝાંખી પ્રદર્શનમાં 'હેટ ક્રાઈમ'ને નકારી કાઢ્યું 
  • થોડા દિવસો પહેલા ભારત સરકાર વતી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી
  • બંને દેશો વચ્ચે ના "સંબંધો માટે સારું સંકેત આપતું નથી"- એસ જયશંકર

કેનેડાની કાયદા એજન્સીએ બ્રેમ્પટન શહેરમાં એક સરઘસ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીની હત્યાને દર્શાવતી એક ઝાંખીના પ્રદર્શનમાં કોઈપણ 'હેટ ક્રાઈમ'ને નકારી કાઢી છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દેશમાં 'હિંસાની હિમાયત' કરનારા લોકોને જગ્યા આપવા બદલ ભારત સરકાર વતી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી એવામાં હાલ કેનેડાનું આ વલણ દર્શાવે છે કે આવનારા દિવસોમાં ભારત સાથે તેનો તણાવ વધી શકે છે.

વાત એમ છે કે ઓપરેશન બ્લુસ્ટારની 39મી વર્ષગાંઠ નિમિત્તે 4 જૂને યોજાયેલી પરેડ દરમિયાન વિવાદાસ્પદ ઝાંખીને પ્રદર્શિત કરવામાં આવી હતી. હાલ વાયરલ થયેલ એ ઘટનાના વીડિયો દર્શાવે છે કે અન્ય ઝાંખીઓમાં 1984ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઓપરેશન બ્લુસ્ટાર દરમિયાન ભારતીય સેનાએ અલગતાવાદી નેતા જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને તેમના સમર્થકોને ભગાડવા માટે અમૃતસરના સુવર્ણ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

આ ઘટનાથી ભારતમાં ભારે રોષ ફેલાયો હતો. વિદેશમંત્રી એસ જયશંકરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે બંને દેશો વચ્ચે ના "સંબંધો માટે સારું સંકેત આપતું નથી", જ્યારે કેનેડાના ભારતમાં હાઈ કમિશનર કેમેરોન મેકેએ કહ્યું કે "કેનેડામાં નફરત અથવા હિંસાને વખાણવા માટે કોઈ સ્થાન નથી."

હાલ આ પરિસ્થિતિ જોતાં બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને હવે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, 'પોલીસે વીડિયો જોયો છે અને માને છે કે આ સમગ્ર ઘટના કોઈ પણ પ્રકારના હેટ ક્રાઈમ હેઠળ આવતી નથી.' નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડિયન ચાર્ટર ઓફ રાઈટ્સ એન્ડ ફ્રીડમ્સની કલમ 2 અહીંના લોકોને 'વિચાર, માન્યતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા'ની ખાતરી આપે છે. 

દેશના વિદેશ મંત્રાલય, ગ્લોબલ અફેર્સ કેનેડા (GAC) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "5 જૂને ભારતમાં કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકકેના ટ્વીટ પર તેમની પાસે વધુ કંઈ કહેવાનું નથી". આ મામલે કેનેડિયન અધિકારી તરફથી અત્યાર સુધીનો એકમાત્ર સત્તાવાર પ્રતિસાદ એવા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "કેનેડામાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી કરતી એક ઘટનાના અહેવાલોથી હું ચોંકી ગયો છું. કેનેડામાં નફરત અથવા હિંસાના મહિમાને કોઈ સ્થાન નથી. હું આ પ્રવૃત્તિઓની સખત નિંદા કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ