બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / This happened to Tapori in Ahmedabad. More than 100 anti-social elements roaming around with weapons were killed

સ્ટેન્ડબાય / અમદાવાદમાં ટપોરીઓનું આવી બન્યું.! હથિયાર લઈને ફરતા 100થી વધુ અસમાજીક તત્વો ઝબ્બે, પોલીસે ઉપાડ્યું ખાસ અભિયાન

Vishal Khamar

Last Updated: 11:50 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ હંમેશાં એલર્ટ હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. શાહપુરમાં જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકીને કરેલી હત્યા બાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે અને ઠેર ઠેર ચેકિંગ કરીને હથિયારો લઇને ફરતા ટપોરીને ઝડપી રહી છે.

  • શાહપુરમાં હથિયાર લઈને ફરતા 100 થી વધુ લોકોને પોલીસે ઝડપ્યા
  • પોલીસે છરી, ચપ્પુ, ડંડા સહિતનાં હથિયાર જપ્ત કર્યા
  • મોડી રાતે વાહન લઈને નીકળતા લોકોની સઘન પૂછપરછ 

 અમદાવાદ પોલીસ ૧૦૦થી વધુ ટપોરીને હથિયાર લઇને ફરતા ઝડપી પાડ્યા છે.  શહેરમાં બંદૂકની અણીએ લૂંટ, હત્યા, મારામારી, છુરાબાજી જેવી અનેક ઘટના બની રહી છે. તહેવારની તૈયારી વચ્ચે શહેરમાં થતી નાની મોટી ઘટનાને રોકવા માટે પણ સક્ષમ છે. જેને લઇને મોડી રાતે અમદાવાદ પોલીસ ઠેર ઠેર ચેકિંગ કરી રહી છે. કોઇ અસામાજિક તત્ત્વ કે પછી ભાંગફોડિયા તત્ત્વ અમદાવાદમાં ઘૂસે નહીં તેમજ ગુનેગારો કોઇ ઘટનાને અંજામ આપે નહીં તે માટે પોલીસ મોડી રાતે શહેરના રસ્તાઓ પર સ્ટેન્ડબાય થઇ  ગઇ છે.

ઘાતક હથિયાર મળી આવે તો તેમની વિરુદ્ધ ગુનો દાખલ

શહેરમાં ઘાતક હથિયારો સાથે કેટલાંક અસમાજિક તત્ત્વ ફરી રહ્યાં છે. જે ગમે તે સમય પર ગુનાખોરી આચરે તેવી શક્યતા છે. હથિયારો લઇને ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને શંકાસ્પદ લાગતા યુવકોને અટકાવીને તેમની તપાસ કરે છે. જો યુવક પાસેથી ઘાતક હથિયાર મળી આવે તો તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરે છે. ગઇ કાલે અમરાઇવાડી વિસ્તારમાં છરી લઇને ફરતા વિજય વણજારાની પોલીસે ધરપકડ કરી હતી. આ સિવાય ગોમતીપુરમાં છરી લઇને ફરતા મનીષ ઉર્ફે બબલુ તાંબે, જાવેદઅલી ઉર્ફે કાલિયા અંસારીની ધરપકડ કરી હતી જ્યારે ડંડો લઇને ફરતા મહંમદહુસેન કુત્બુદ્દીન અંસારીની પણ ધરપકડ કરી છે. 

પોલીસે મોડી રાતે ચેકિંગ વધારી દીધું
શહેર પોલીસે અંદાજે ૧૦૦થી વધુ અસામાજિક તત્ત્વ પાસેથી છરી, ચપ્પુ, ડંડા જેવાં હથિયારો જપ્ત કર્યાં છે. થોડા દિવસ પહેલાં શાહપુરમાં યુવકની હત્યા થઇ હતી. જેમાં છરીનો ઉપયોગ થયો હતો જ્યારે એસપી રિંગ રોડ પર પેસેન્જર પર છરી વડે હુમલો કરીને તેને લૂંટી લેવામાં આવ્યો હતો. આ સિવાય દોસ્તી ના રાખવા મામલે યુવકને પોતાના મિત્રએ છરીના ઘા ઝીંકી દીધા હતા. ક્રાઇમની ઘટના દિવસને દિવસે વધી રહી છે. જેને રોકવા માટે પોલીસ નીત નવી મહેનત કરી રહી છે પરંતુ જોઇએ તેવી સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં પોલીસે મોડી રાતે ચેકિંગ વધારી દીધું છે. અસામાજિક તત્ત્વ પોતાની પાસે જે હથિયાર રાખે છે તે કોઇ શોખ માટે નહી પરંતુ કોઇના કોઇ ગુનાને અંજામ આપવા માટે રાખે છે. 

હથિયાર રાખવાનો હેતુ શું છે તે પૂછવાની તસદી પોલીસ લેતી નથી 
પોલીસ જ્યારે પણ હથિયાર સાથે કોઇ પણ આરોપીની ધરપકડ કરે છે તો તેને લોકઅપમાં પૂરી દે છે અને બાદમાં આરોપી જામીન લઇને છૂટી જાય છે. આરોપી હથિયાર લઇને કેમ ફરે છે તેની પૂછપરછ કરવાની તસદી પોલીસ લેતી નથી. જો પોલીસ આરોપીની પોતાની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરે તો આવનારા દિવસોમાં થતા ઘણા ખરા ગુનાને રોકી શકાય તેમ છે. આ સિવાય પિસ્તોલ તેમજ રિવોલ્વર સહિતનાં હથિયારો પકડવા માટેનું અભિયાન તો ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસે હાથ ધર્યું જ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ