બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / This attack is like 9/11 for us, we will not give up, IDF's big statement on Hamas attack on Israel

ખુલ્લી ચેતવણી / 'અમારી માટે આ હુમલો 9/11 જેવો, હવે છોડીશું નહીં', ઈઝરાયલ પર હમાસ એટેકને લઇ IDFનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 11:21 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Gaza Attack News: હમાસના લડવૈયાઓ સામે લડી રહેલી ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, છેલ્લા 24 કલાક ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે શનિવારે (7 ઓક્ટોબર) હમાસના હુમલા બાદ અભૂતપૂર્વ ઘટનાઓ પ્રકાશમાં આવી

  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધના બીજા દિવસે IDFનું મોટું નિવેદન
  • હિઝબુલ્લાહ-ઇરાનને પણ ઈઝરાયલની વૉર્નિંગ
  • આશા છે કે હિઝબુલ્લાહ અને ઈરાન આમાં સામેલ થવાની ભૂલ નહીં કરે: IDF

Israel Gaza Attack : ઈઝરાયેલ-હમાસ યુદ્ધના બીજા દિવસે રવિવારે (8 ઓક્ટોબર) ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, IDFએ કહ્યું કે, ઈઝરાયેલ પર હમાસનો હુમલો 9/11 જેવો નહિ પરંતુ તેનાથી પણ મોટો છે. ઓછામાં ઓછા 22 મોરચે હમાસના લડવૈયાઓ સામે લડી રહેલી ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, છેલ્લા 24 કલાક ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે શનિવારે (7 ઓક્ટોબર) હમાસના હુમલા બાદ અભૂતપૂર્વ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

IDFના પ્રવક્તા રિચાર્ડ હેચટે કહ્યું કે, આ ઇઝરાયેલ પર 9/11 જેવો અથવા તો તેનાથી પણ મોટો હુમલો છે. પ્રવક્તાએ કહ્યું, એક રીતે આ અમારા માટે 9/11 જેવો કે તેથી વધુ છે. આ કોઈ બિલ્ડિંગને અથડાવાની ઘટના નથી, પરંતુ ગાઝા પટ્ટીના વિનાશની, બાળકોની, તેમના દાદા-દાદીની પણ ક્રૂર હત્યા હૃદયદ્રાવક અને અભૂતપૂર્વ ઘટના છે. તેમણે હમાસને પરિણામ ભોગવવાની ચેતવણી આપી અને કહ્યું, અમે આનો ખૂબ જ ગંભીરતાથી જવાબ આપવા જઈ રહ્યા છીએ. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. જે રીતે બાળકો પર ક્રૂરતા થાય છે તે ઈસ્લામ વિરુદ્ધ છે.

હિઝબુલ્લાહ અને ઈરાનને ચેતવણી
લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહને ચેતવણી આપતા રિચર્ડે કહ્યું, મને આશા છે કે હિઝબુલ્લાહ અને ઈરાન આમાં સામેલ થવાની ભૂલ નહીં કરે. કારણ કે અમે અમારી પૂરી તાકાત સાથે તૈયાર છીએ. હમાસના લડવૈયાઓના ભયાનક અમાનવીય કૃત્યોનો ઉલ્લેખ કરતા રિચર્ડે કહ્યું કે, અમે વર્ષોથી હમાસ વિશે વાત કરી રહ્યા છીએ કે તેઓ કોણ છે અને તેઓ શું ઈચ્છે છે. તેમનો ઉદ્દેશ્ય આપણા દેશનો વિનાશ છે. ગઈકાલે બધાને ખબર પડી કે તેઓ કોણ છે. તેઓએ જમીન, હવા અને સમુદ્ર દ્વારા અમારા પર હુમલો કર્યો. તેઓ સૈન્ય લક્ષ્યો પર હુમલો કરવા ગયા ન હતા પરંતુ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. બાળકો, શિશુઓ, દાદીમા... કોઈને છોડવામાં આવ્યું ન હતું. હુમલાના નિર્દયતાના દ્રશ્યો હ્રદયસ્પર્શી છે.  

નોંધનીય છે કે, ઈઝરાયેલ હમાસ સાથે ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. આ સાથે જ રવિવારે લેબનોનના હિઝબુલ્લાએ સરહદ પરના વિવાદિત વિસ્તારમાં ઈઝરાયેલની ત્રણ જગ્યાઓ પર ડઝનબંધ રોકેટ છોડ્યા હતા. ઇઝરાયેલી સેનાએ સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરીને જવાબી કાર્યવાહી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ