બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Thinking of investing in Fixed Deposit? These 4 banks including SBI are offering more than 8% interest on FD

તમારા કામનું / Fixed Depositમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? SBI સહિત આ 4 બેંકો FD પર આપી રહી છે 8% થી વધુ વ્યાજ

Megha

Last Updated: 01:13 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FIXED DEPOSIT RATES: ખાનગી અને સરકારી બેંકોએ તેમના એફડી દરમાં વધારો થયો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને કેનેરા બેન્કમાં કોણ સૌથી વધુ વ્યાજ ચૂકવે છે.

  • બેંકમાં ગ્રાહકોને આકર્ષવા માટે ફીક્સ ડિપોઝીટ પર વધુ વ્યાજ આપે છે 
  • ખાનગી અને સરકારી બેંકોએ તેમના એફડી દરમાં વધારો કર્યો છે
  • SBI, HDFC, ICICI, એક્સિસ અને કેનેરા બેન્કમાંથી ક્યાં વધુ વ્યાજ મળે છે 

FIXED DEPOSIT RATES: ભારતમાં સુરક્ષિત રોકાણનાં સંદર્ભમાં બેંકમાં ફીક્સ ડિપોઝીટ કરવી હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. એનું કારણ એ છે કે  ફીક્સ ડિપાઝીટમાં નિશ્ચિત વ્યાજ એક નિશ્ચિત સમયગાળા માટે રોકાણ કરી શકાય છે. હવે જ્યારે વ્યાજ દરો સતત વધી રહ્યા છે ત્યારે વ્યાજદરો સતત વધી રહ્યા છે. જ્યારે વ્યાજદરો સતત વધી રહ્યા છે. ત્યારે ફીક્સ ડિપોઝીટ પરનું વ્યાજ પણ વધી રહ્યું છે. આ સમયે બેંકમાં ગ્રાહકોને આકર્ષવા માટે ફીક્સ ડિપોઝીટ પર વધુ સારુ વ્યાજ પણ આપી રહી છે.

લગભગ તમામ બેંકો તેમના ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત આપે છે. છેલ્લા બે વર્ષથી રેપો રેટમાં સતત વધારાને કારણે દેશની ઘણી મોટી ખાનગી અને સરકારી બેંકોએ તેમના એફડી દરમાં વધારો કર્યો છે. ચાલો જાણીએ કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને કેનેરા બેન્કમાં કોણ સૌથી વધુ વ્યાજ ચૂકવે છે.

Axis Bank
Axis Bank તેના સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 3.50% થી 7.30% વ્યાજ આપી રહી છે. બીજી તરફ બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 3.50% થી 8.05% વ્યાજ આપી રહી છે. આ વ્યાજ દરો 14 ઓગસ્ટથી લાગુ થશે.

કેનરા બેંક
કેનેરા બેંક તેના સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 4% થી 7.25% વ્યાજ ઓફર કરી રહી છે. બીજી તરફ, બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 4% થી 7.75% વ્યાજ આપી રહી છે. આ વ્યાજ દરો 12 ઓગસ્ટથી લાગુ થશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
SBI તેના સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 3% થી 7.01% વ્યાજ આપી રહી છે. બીજી તરફ બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને તે જ સમયગાળા માટે વધારાના 50 બેસિસ પોઈન્ટનું વ્યાજ આપી રહી છે. SBIના આ વ્યાજ દરો 15 ફેબ્રુઆરીથી લાગુ થશે. 

HDFC બેંક
HDFC બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 3% થી 7.25% વ્યાજ આપી રહી છે. જ્યારે બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 3.50% થી 7.50% વ્યાજ આપી રહી છે. બેંકના આ વ્યાજ દરો 29 મેથી લાગુ થશે.

ICICI બેંક
ICICI બેંક તેના સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 3% થી 7.10% વ્યાજ ઓફર કરે છે. બીજી તરફ બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 3.50% થી 7.60% વ્યાજ ચૂકવી રહી છે. બેંકના આ વ્યાજ દરો 24 ફેબ્રુઆરીથી લાગુ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ