જામનગરમાં ભાજપના અગ્રણી નેતાની પુત્રીએ મોત વહાલું કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. પુત્રીને નાની શી બાબતમાં ઠપકો આપતા લાગી આવ્યું હોવાના પરિણામે આત્મહત્યા વહોરી લેતા શહેરભરમાં ચકચાર
જામનગરમા પુત્રીથી ઠપકો સહન ના થતા આત્મહત્યા
પરીક્ષામાં નાપાસ થતા,પિતાએ આપ્યો હતો ઠપકો
ઘરમાં જ ગળાફાંસો ખાઈને વહોરી આત્મહત્યા
જામનગરમાં ભાજપના અગ્રણી નેતાની પુત્રીએ મોત વહાલું કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. પુત્રીને નાની શી બાબતમાં ઠપકો આપતા લાગી આવ્યું હોવાના પરિણામે આત્મહત્યા વહોરી લેતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતાનુસાર, 12 માં ધોરણ ( કોમર્સ) માં અભ્યાસ કરતી પુત્રી પરીક્ષામાં નાપાસ થઇ હતી. તો પિતાએ, નાપાસ કેમ થઇ ? તેવું પૂછતા પુત્રીને લાગી આવ્યું હતું. અને ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી હતી
ભાજપના અગ્રણી નેતા અને શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાનાં પુત્રી પ્રતીક્ષાબાએ, બુધવારે સવારના સમયે પોતાના નિવાસ સ્થાન ગોકુલધામ સોસાયટી-4 માં ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી હતી. પ્રતીક્ષાબા ને,તુરંત જ સારવાર માટે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના તબીબ્નોએ તેમને મૃતક ઘોષિત કરતા શોકની લહેર ફરી વળી હતી. ઘટનાની જાણ થતા જ ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિહં જાડેજા ઉર્ફે હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલે પહોચી ગયા હતા. પિતાએ,પુત્રીને પરીક્ષાના પરિણામમાં નાપાસ કેમ થઇ તેવું પૂછતા લાગી આવ્યાથી આ આત્યંતિક પગલું ભરાયાનું જાહેર થયું હતું.
જામનગર શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.