બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / These rules of Ayurveda will change your life, know the first thing to do

હેલ્થ ટિપ્સ / પહેલું સુખ તે જાતે નર્યા..આયુર્વેદના આ નિયમો તમારી જિંદગી બદલી નાખશે જાણો સૌથી પહેલું કામ કયું કરવું

Megha

Last Updated: 05:06 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે

  • ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા જરૂરિયાત
  • સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી
  • પહેલી અને સૌથી મહત્ત્વની શરત - વહેલાં સૂવું

આજના યુગમાં સ્વસ્થ રહેવાથી મોટું સુખ બીજું કોઈ નથી. ખાસ કરીને કોરોનાકાળ બાદ તો આપણે સૌ હવે હેલ્ધી રહેવાનું મહત્ત્વ સારી રીતે સમજી ચૂક્યા છીએ. શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ. આ દસ ચીજો એટલે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, મોંમાં ગંડૂષ કરવો, આયુર્વેદિક ધૂમ્રપાન કરવું, માલીશ કરવી, કાનમાં તેલ નાખવું, કસરત કરવી અને સ્નાન કરવું. આજની ભાગદોડ ભરી જિંદગીને જોતાં આપણે રોજ આ બધું ન કરીએ તો પણ અઠવાડિયામાં એક વાર કે પખવાડિયામાં એક વાર કરીએ તો ચાલે. 

પહેલી અને સૌથી મહત્ત્વની શરત - વહેલાં સૂવું
આયુર્વેદની દૃષ્ટિએ આદર્શ કહેવાય એવી એક સવાર માણવા માટે આગલા દિવસે રાતે વહેલાં સૂઈ જવું જરૂરી છે. રાતે મોડામાં મોડા સાડા દસથી અગિયાર વાગ્યા સુધીમાં સૂઈ જવું અને સવારના સાડા ચાર-પાંચ વાગ્યે ઊઠી જવું. આખો દિવસ ખૂબ જ ફ્રેશનેસ અનુભવાશે એની ગેરન્ટી. 

સ્વસ્થ રહેવાનો મંત્રઃ પેટ સાફ તો સબ દર્દ માફ
સૌથી પહેલું કામ પેટ સાફ કરવાનું કરવું. પેટ સાફ રહે તો જ શરીરની અન્ય ગ્રહણશીલતા વધે છે. મળમૂત્રનો ઉત્સર્ગ થાય તો શરીરમાં હળવાશ અનુભવાય છે તથા ભૂખ અને તરસ લાગે છે. જો કબજિયાત રહેતી હોય તો રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે અથવા ત્રિફળા ચૂર્ણ સહેજ હૂંફાળા પાણી સાથે લઈ લેવું, સાથે જ રાતે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું. સવારે ઊઠીને એકથી બે ગ્લાસ શક્તિ મુજબ એ પાણી પીવું.

બધું ભૂલજો પણ દાંતની સફાઈ ભૂલતા નહીં
ખોરાકનાં પાચનની શરૂઆત મોંથી થાય છે એટલે પેઢાં અને દાંત સ્વચ્છ હોવાં જરૂરી છે. બ્રશ કરવાના બદલે દાતણ કરવું વધુ હિતકર છે. એ માટે લીમડો, આવળ, બાવળ અથવા કરંજની ડાળીનો ટુકડો વાપરી શકાય છે. આ વનસ્પતિઓ કડવા, થોડા તીખા અને તૂરા રસવાળી હોવાથી મોઢામાં રહેલ કફ એટલે કે ચીકાશને દૂર કરે છે અને યોગ્ય માત્રામાં લાળનો સ્રાવ કરે છે. ખોરાકમાં લાળ ભળે તો જ એનું યોગ્ય પાચન થાય છે. કોગળા કરતી વખતે મોઢામાં પાણી ભરી પછી આંખ પર છાલક મારવી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ