બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / These incidents in Gujarat prove that money has no value against life! When will safety be added to the blank slate of insecurity?
Vishal Khamar
Last Updated: 09:59 PM, 19 January 2024
ADVERTISEMENT
આપણે બાળપણથી સારા અર્થમાં એક કહેવત સાંભળીએ છીએ કે ટીપે ટીપે સરોવર ભરાય. હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટના ટીપે ટીપે થયેલી ભૂલોનું જાણે કે એક સરોવર જ છે જે 12 માસૂમ અને બે શિક્ષિકાને ભરખી ગયું. સાચુ કહીએ તો ભૂલ નહીં પણ ઈરાદાપૂર્વકના ગુનાહિત કૃત્યોની એક વણઝાર ચાલી જે સરવાળે ભૂલકાઓને ભરખી ગઈ. દુર્ઘટના પહેલાની એક-એક ઘટનાને એક સામાન્ય માણસની નજરે પણ જોઈએ તો સ્પષ્ટ દેખાઈ આવે કે આ દુર્ઘટનાના જવાબદારો એમ જ કહી રહ્યા છે કે અમારા ઉપર તો અમારા આકાઓના ચાર હાથ છે, તમારુ જે થવું હોય એ થાય, અમે જે કરવાના છીએ એ કરીને જ રહીશું. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ એવા રૂપકડા નામ હેઠળ હરણી તળાવના બ્યુટીફિકેશનનો કોન્ટ્રાક્ટ એવી કંપનીને અપાય છે કે જે પોતે ખાણી-પીણી ચલાવે છે, જે કોટિયા કંપનીને 2017માં કોન્ટ્રાક્ટ અપાયો તેણે એમ્યુઝમેન્ટનો કોન્ટ્રાક્ટ કોઈ બીજાને પધરાવ્યો અને એમ્યુઝમેન્ટ ચલાવનારાએ વળી પાછો બોટ સર્વિસનો કોન્ટ્રાક્ટ કોઈ ત્રીજાને પધરાવ્યો.
ADVERTISEMENT
આ ખેલ ભજવાતો રહ્યો અને સંસ્કારીનગરીની સંસ્કારી મહાપાલિકા પણ જાણે કે પોતાના સંસ્કારોનું પ્રદર્શન કરીને મુકપ્રેક્ષક બની રહી. અમે જે મુદ્દાઓ કહ્યા એ તો સમુદ્રમાં દેખાતી હિમશીલાની માત્ર ટોચ સમાન છે, જ્યારે ભૂલોનો પહાડ તો નીચે ધરબાયેલો છે. પોલીસ કમિશનરે કાયદાકીય રાહે જે નિવેદન આપવાનું થાય છે તે આપ્યું છે, કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સિવાય બાકીના લોકો લગભગ મોં છુપાવતા ફરે છે. નેતાઓની નિવેદનબાજી ચાલુ છે પણ કડવી હકીકત એ છે કે 12 વાલીના વ્હાલસોયા પરલોક સિધાવી ચુક્યા છે અને પોતાના પરિવારનો આધાર કહી શકાય એવી બે શિક્ષિકાઓ પણ દુનિયા છોડી ચુકી છે. 2019માં સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડમાં જીવ બચાવવા ઉપરથી કૂદતા બાળકોના દ્રશ્યો હજુ પણ મારી-તમારી આંખ સામે છે, 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી પુલ દુર્ઘટના અને તે પછીના આક્રંદ મને-તમને યાદ જ છે. દુખ એ વાતનું છે કે જેટલું ઝડપથી આપણે યાદ રાખીએ છીએ એટલી જ ઝડપથી કદાચ આપણે ભૂલી પણ જઈએ છીએ.
હવે દુર્ઘટનાઓની વણઝારમાં વધુ એક દુર્ઘટના ઉમેરાઈ ગઈ જેને આવનારા દિવસોમાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનાથી ઓળખવામાં આવશે. પણ અતિ ગંભીરપણે સવાલ પૂછવો છે કે જીવલેણ બેદરકારી માસૂમોને તાણી ગઈ અને હજુ પણ આપણે પલાયનવાદી અવસ્થામાં શા માટે છીએ. એક પછી એક બેદરકારી સામે આવતી ગઈ છતા મૌન શા માટે રહીએ. આજે અથવા આવતીકાલે બેદરકારીનો ભોગ બનનાર બાળક આપણામાંથી જ કોઈનું હશે ત્યારે પણ ફક્ત આક્રંદ જ કરવાનું છે કે અવાજ ઉઠાવવાનો છે. હરણી તળાવ દુર્ઘટના માટે જે જવાબદારો છે તેને એટલું જ પૂછવું છે કે તમારા બાળક સાથે ભગવાન ન કરે ને આવું થયું હોત તો. જો આ સવાલ નૈતિક ધોરણે આપણે આપણી જાતને પૂછીશું તો આવા વ્હાલસોયા ડુબી જતા કદાચ બચી જશે.
જીવલેણ બેદરકારીમાં ભાગીદારો |
બિનિત કોટિયા |
હિતેષ કોટિયા |
ગોપાલદાસ શાહ |
વત્સલ શાહ |
દિપેન શાહ |
ધર્મિલ શાહ |
રશ્મિકાંત પ્રજાપતિ |
જતીન દોશી |
નેહા દોશી |
તેજલ દોશી |
ભીમસિંગ યાદવ |
વેદપ્રકાશ યાદવ |
ધર્મિન ભટાણી |
નૂતન શાહ |
વૈશાખી શાહ |
શાંતિલાલ સોલંકી |
બોટ ઓપરેટર અંકિત |
બોટ ઓપરેટર નયન |
કોની-કોની ધરપકડ થઈ? |
નયન ગોહિલ |
ભીમસિંગ યાદવ |
શાંતિલાલ સોલંકી |
અંકિત વસાવા |
વેદપ્રકાશ યાદવ |
રશ્મિકાંત પ્રજાપતિ |
અમારો શું વાંક હતો? |
સકીના શેખ |
મુઆવીયા શેખ |
આયત મન્સૂરી |
અયાન મોહમ્મદ ગાંધી |
રેહાન ખલીફા |
વિશ્વા નિઝામ |
જુહાબિયા સુબેદાર |
આયેશા ખલીફા |
નેન્સી માછી |
ઋત્વી શાહ |
રોશની સૂરવે |
અલીશા કોઠારી |
મૃતક શિક્ષિકાઓ |
છાયા પટેલ |
ફાલ્ગુની સુરતી |
પોલીસ કમિશનરે શું કહ્યું?
આ બાબતે વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, જે જવાબદાર હશે તેને નહીં છોડીએ. 18 આરોપીઓ સામે ફરિયાદ થઈ છે. કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હશે તેની તપાસ થશે. આરોપીઓ વિરૂદ્દ પૂરતી તપાસ થશે. બોટ સર્વિસ કોણ ચલાવતું હતું, સલામતીની શું વ્યવસ્થા હતી. તેની તપાસ થશે. કોર્પોરેશનનાં અધિકારીઓની ભૂમિકાની તપાસ થશે. કર્મચારીઓની લાયકાત શું હતી. તેની તપાસ થશે. પરેશ શાહ મામલે અમે તપાસ કરીશું. તમામ આરોપી પકડાય તે SIT ની પ્રાથમિકતા રહેશે. બધુ ગુનેગાર સરખા છે. કોઈને છોડાશે નહી. કેટલાક આરોપી નડિયાદ ભાગી ગયા હતા.
ભૂલની વણઝાર, ભૂલકાઓને ડુબાડી ગઈ
કોર્પોરેશનને ખબર જ નથી કે હરણી તળાવ કેટલું ઉંડુ છે. જે કંપની ખાણી-પીણીનો ધંધો કરે છે તેને બોટ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. મૂળ કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો તે અંગે કોઈ પ્રતિક્રિયા નહીં. કોર્પોરેશન તરફથી કોન્ટ્રાક્ટરનું ઓડિટ પણ કરવામાં કરવામાં આવ્યું નથી. પ્રત્યક્ષદર્શીએ સ્પષ્ટ કહ્યું કે બોટ ચલાવનાર અધિકૃત વ્યક્તિ નથી. જે બોટ ચોક્કસ લાયસન્સધારકે ચલાવવાની હોય તે લારીવાળો ચલાવતો હતો. જે બોટમાં મર્યાદિત બાળકોની ક્ષમતા હતી તેમા ઠાંસીને બાળકો ભરવામાં આવ્યા. શિક્ષિકાએ પણ બોટની કેપેસિટી સામે આશંકા વ્યક્ત કરી તેને નજરઅંદાજ કરાઈ. 8 બાળકોને બાદ કરતા બાકીના એકપણ બાળકને લાઈફ જેકેટ ન અપાયું. બોટમાં શરૂઆતથી જ પાણી ભરાવા લાગ્યું હતું છતા નજરઅંદાજ કરાયું. સૂરસાગર તળાવમાં અગાઉ દુર્ઘટના બની હતી છતા બોધપાઠ ન લેવાયો. પ્રાથમિક તપાસમાં શાળાએ પ્રવાસની મંજૂરી ન લીધી હોવાનું સામે આવ્યું. બાળકોને પ્રવાસે લઈ ગયાની જાણ વાલીઓને પણ ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.