બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / these are the side effects of vaccination in children learn how to prevent and

તમારા કામનું / તરુણોમાં વેકસીનેશન બાદ જોવા મળી શકે છે આ સાઈડ ઇફેક્ટ્સ, વાલીઓએ આટલું ફરજિયાત કરવું જોઈએ

Mayur

Last Updated: 12:20 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં તરુણોનું વેકસીનેશન તેજગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે બાળકોમાં કયા કયા પ્રકારની સાઈડ ઇફેક્ટ્સ જોવા મળી શકે અને તેના નિવારણ માટે શું કરવું એ જાણવું વાલીઓ માટે અનિવાર્ય છે

  • તરુણોનું વેકસીનેશન શરૂ 
  • સાઈડ ઇફેક્ટ્સ જોવા મળે તો શું કરશો 
  • ડોક્ટર્સ અને એક્સપર્ટસનો મત જાણો 

3 જાન્યુઆરી 2022 થી દેશમાં 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોરોનાંની વેક્સિન આપવામાં આવી રહી છે. 

રાજ્ય સરકારોએ બાળકોના વેકસીનેશન માટે અલગ વ્યવસ્થા કરી છે. જાણકારી અનુસાર પહેલા જ દિવસે 30 લાખ બાળકોનું વેકસીનેશન થયું હતું. હજુ સુધીમાં 1 કરોડ બાળકોને કોરોનાની વેક્સિન લગાવી શકાઈ છે. 

રેડિક્સ હોસ્પિટલના ડૉક્ટર રવિ મલિકના જણાવ્યા અનુસાર, વાલીઓ આ વાતનો ખ્યાલ રાખે કે વેક્સિનના પહેલા ડોઝ બાદ તેમના બાળકોને એકદમ લોખંડી કવચ જેવી ઇમ્યુનિટી નથી મળી જતી. પહેલાઆ ડોઝના ચાર વીક બાદ બીજો ડોઝ લાગશે અને તેના પણ ચાર વીક બાદ ઇમ્યુનિટી બરાબર રીતે ડેવલપ થશે અને ત્યારે તમે સલામત થઈ શકો પણ ત્યાં સુધી તો બધાએ સુરક્ષા રાખવી ખૂબ જરૂરી છે. 

સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળી શકે 

બાળકોના વેકસીનેશનને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વેક્સિન પણ મોટા પ્રમાણમાં લગાવવામાં આવી રહી છે આ બધાની વચ્ચે પેરેન્ટ્સને પણ બાળકોનું ધ્યાન રાખવું પડશે કારણ કે જે રીતે 18 થી 60 પ્લસ એજ ગ્રુપ માં વેકસીનેશન માટે કેટલાક સાઈડ ઇફેક્ટ્સ જોવા મળ્યા હતા તેમ તરુણોમાં પણ કેટલીક્ સાઈડ ઇફેક્ટ્સ જોવા મળશે એ નિશ્ચિત છે. પણ ડરવાની જરૂર નથી અને આવ્યા હળવા સાઈડ ઇફેક્ટ્સથી એ પણ સ્પષ્ટ થાય છે કે વેક્સિન પોતાનું કામ શરૂ કરી ચૂકી છે. 

આ સ્થિતિમાં તરુણોમાં વેક્સિનના કારણે કયા કયા સાઈડ ઇફેક્ટ્સ દેખાઈ શકે છે તે જાણી લેવું જરૂરી છે:

લાલ નિશાન અને દુઃખાવો 
હાથમાં જ્યાં વેક્સિન લગાવવામાં આવી હોય ત્યાં તરુણોમાં લાલ નિશાન જોવા મળી શકે છે અને સાથે દુઃખાવો પણ જોવા મળી શકે છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર, વેકસીનેશનનું લાલ નિશાન અને દુઃખાવો ઓછો થાય તે માટે વેકસીનેશન થયું હોય એ ભાગ પર ઠંડુ અને નરમ કપડું રાખી દેવું ફાયદાકારક છે. 

બેભાન થવું 
વેકસીનેશન બાદ કિશોરોમાં આ વાત પણ સામાન્ય જ છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર વેકસીનેશન બાદ લગભગ 15 મિનિટ સુધી બેસવું અથવા આડા પડવાથી આની સામે ફાયદો મળશે અને આ કારણોસર વેકસીનેશન બાદ વેક્સિન સેન્ટર પર ડૉક્ટર વેકસીનેટેડ દેખરેખ નીચે રાખે છે. 

હળવો તાવ 
હેલ્થ એક્સપર્ટસ અને ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર હળવો તાવ જોવા મળે તો મોટે ભાગે ડૉક્ટરને પૂછીને દવા લેવી જોઈએ અમુક સંશોધન મુજબ સીધી પેરાસીટામોલ જેવી દવા ન આપી દેવી અને મીઠાવાળા પાણીના પોતા મૂકી શકાય. 

થાક લાગવો અને શરીર તૂટે અથવા ચક્કર આવે 
આ કિસ્સામાં ડરવાની જરૂર નથી પણ વધારે માત્રામાં લિક્વીડસ લેવા અને તેમ સોફ્ટ ડ્રિંક્સ નહીં પણ નારિયળ પાણી કે કોઈ નેચરલ જ્યુસ હોય તો સારું રહેશે. ભૂખ્યા પેટે બાળકને વેક્સિન લેવા ન લઈ જાઓ તો ચક્કર કે અશક્તિ પણ નહીં અનુભવાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ