બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / These 5 Personal Habits Bring on Silent Heart Attacks

તમારા કામનું / હેલ્થ સાથે બેદારકારી સારી નહીં: સાયલન્ટ હાર્ટઍટેક લઈને આવે છે આ 5 પર્સનલ આદતો, શિયાળામાં તો ખાસ રાખવું જોઈએ ધ્યાન "

Kishor

Last Updated: 10:45 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો આ આદત તમારે પણ હોય તો આજે જ સુધરી જજો કારણ કે કેટલી પર્સનલ આદતો તમને હાર્ટ એટેક, કાર્ડિયક અરેસ્ટ, એરિથમિયા, હાઈ બ્લડ પ્રેશરના દર્દી બનાવી શકે છે..

  • હાર્ટ એટેકના વધતા કેસથી ચિંતાનું મોજુ
  • આજે જ સુધારી નાખો આ આદત
  • કાર્ડિયક અરેસ્ટમાં હ્રદય બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે

હ્રદયની બિમારી સૌથી મોટી બિમારી માનવામાં આવે છે. એમાં પણ અત્યારે હાર્ટ એટેકના કેસ ખુબ વધી રહ્યાં છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દર વર્ષે 1 કરોડ 79 લાખ લોકો હ્રદયની બિમારીના કારણે હાર્ટ એટેકનો ભોગ બને છે. કારણ કે બ્લડ સપ્લાઈ અટકી જવાના કારણે અને કાર્ડિયક અરેસ્ટમાં હ્રદય બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે. કાર્ડિયોવૌસ્કુલર ડિઝીઝને ઓછો કરવા માટે આપણી લાઈફસ્ટાઈલને હેલ્ધી રાખવી જોઈએ.

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટ એટેક કેમ વધારે ? કેવા સ્વભાવના લોકોને  એટેક આવવાની શક્યતા વધુ વાંચો આ આર્ટીકલ | Why do men have more heart attacks  than women?

એવી કોઈ આદતને તમારા જીવનમાં સામેલ ન કરો કે જેના કારણે તમારા હ્રદયને નુકસાન પહોંચે. તમારી કેટલી પર્સનલ આદતો તમને હાર્ટ એટેક, કાર્ડિયક અરેસ્ટ, એરિથમિયા, હાઈ બ્લડ પ્રેશરના દર્દી બનાવી શકે છે.. આયુર્વેદિક એક્સપર્ટ વૈદ્ય મિહિર ખત્રીએ 5 એવી આદતો બતાવી છે કે જે તમારા હ્રદયને નુકસાન પહોંચાડી શકે છે.. જેને તમારે આજથી જ બદલી નાખવી જોઈએ

હાર્ટ પર અટેક કરે છે આ કામ... 

દોડવુ-એક્સરસાઈઝ કરવી
ઘણા લોકો ખાલી પેટ એક્સરસાઈઝ, દોડ જેવી ફિઝિકલ એક્ટિવિટી ન થઈ શકે.. આ પહેલા તે પ્રી-વર્કઆઉટ સ્નેક્સ અને ડ્રિંક લે છે. પણ પેટને વધારે પડતુ ભરવાથી બચવું જોઈએ.. વૈદ્યએ કહ્યું કે ભોજન કર્યા બાદ તરત જ દોડવું, એક્સરસાઈઝ, ફિઝિકલ એગ્જર્શન કરવાથી બચવુ જોઈએ. ખાસ કરીને માતા-પિતાએ બાળકોને શિખવવું જોઈએ કે એક્સરસાઈઝ કે ખેલ-કુદ જમ્યા પછી તરત જ ન કરવુ જોઈએ. ઓછામાં ઓછુ 10-15 મિનિટ બેસ્યા બાદ કોઈ શારીરિક કામ કરવું.

હેલ્થ માટે એક્સરસાઇઝ કરવી બેસ્ટ, પણ ખાલી પેટે કરવી હિતાવહ ખરા ? જાણો  લાભ-ગેરલાભ | when to do exercise after meal or before

નહાવું
ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ પરોઠા અને કચોરી જેવો ભરપેટ નાસ્તો કરે છે. સારી રીતે પેટ ભર્યા બાદ જ ટૂથબ્રશ અને શાવર પાસે નહાવા જતા હોય છે. પરંતુ જમ્યા બાદ નહાવુ એ હ્રદય માટે સૌથી વધુ ખતરનાક છે. જમવા બાદ સ્વીમીંગથી પણ બચવું જોઈએ.

ગરમ પાણીથી નહાવાના ફાયદા કરતા નુકસાન વઘારે, શિયાળામાં ન કરતા આ 5 ભૂલો |  warm water bath could be dangerous in winter be careful about these  mistakes health tips

વધારે પાણી પીવું
જમતી વખતે પાણી પીવાની આદત હોય તો આ આદત સુધારી નાખજો. આવું કરવું ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જમ્યા બાદ વધારે પડતું પાણી પીવાથી મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે. જેના કારણે ડાઈજેશન બરાબર થતું નથી.. જે બિમારીઓ આગળ જતા હાર્ટ ડિસિઝનું કારણ બની શકે છે. 

પુરતી માત્રામાં ઊંઘ લેવી
જમ્યા પાછી તરત જ સુવાની આદત ખરાબ છે. જમ્યા પછી તરત જ સુવાથી અપચો, વજન વધવો, સ્થૂળતા અને ખરાબ ઊંઘ આવી શકે છે. કારણ કે આ સમય દરમિયાન તમારા પેટને ખોરાક પચાવવા માટે લોહીની જરૂર પડે છે. પરંતુ સૂતી વખતે લોહી મગજ તરફ જવા લાગે છે.

પેશાબ અને મળ રોકવો
જો જમ્યા બાદ તરત જ બાથરૂમ જવાની નોબત આવે છે એટલે એનો મતલબ એવો કે તમને બરાબર રીતે પાચન થતું નથી. પણ ક્યારેય જમ્યા બાદ પેશાબ કે મળનું નેચરલ પ્રેશર રોકવું જોઈએ નહીં.આવુ કરવાથી હાર્ટ અને બોડી પર હાનિકારક દબાવ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ