બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / These 10 things women should do to stay healthy just start today and see

સ્વાસ્થ્ય ટિપ્સ / હેલ્ધી રહેવા મહિલાઓએ કરવા જોઇએ આ 10 કાર્યો, બસ આજથી જ શરૂ કરો અને પછી જુઓ...

Arohi

Last Updated: 10:31 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આજના સમયમાં મહિલાઓ દરેક જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહી છે. જેના કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. આજે અમે તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અમુક ટિપ્સ વિશે જણાવીશું જેનાથી મહિલાઓ પોતાને દરરોજ હેલ્ધી રાખી શકે.

  • દુનિયાભરમાં આજે ઉજવવામાં આવશે મહિલા દિવસ 
  • મહિલાઓએ સ્વાસ્થ્ય પર રાખવું જોઈએ ખાસ ધ્યાન 
  • સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ ટિપ્સ જરૂર કરો ફોલો 

8 માર્ચ 2022એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આજના સમયમાં મહિલાઓ દરેક સ્ટેપ પર પુરૂષોથી આગળ છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આ વાત કહેવી બિલકુલ ખોટી નથી કે મહિલાઓનું જીવન ખૂબ જ લાંબા સંધર્ષ વાળુ હોય છે. તે દિકરી, વહુ, માતા, સાસુ, દાદી બનીને દરેક જવાબદારી નિભાવે છે. 

મહિલાઓ સાથે જોડાયેલા અમુક એવા મુદ્દા છે જેને લાંબા સમયથી પોતે મહિલાઓ પણ નજરઅંદાજ કરતી આવે છે. તે મુદ્દા છે તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા. જો તે પોતાનું ધ્યાન રાખશે તો નિશ્ચિક રીતે લાંબા સમય સુધી સ્વસ્થ્ય રહેશે કારણ કે કહેવાય છેને કે સ્વાસ્થ્ય સારૂ તો બધુ જ સારૂ. તો આવો હવે એ કામો વિશે જાણી લઈએ જેને દરેક મહિલાએ આજથી જ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. 

સ્ટ્રેસ ઓછો કરો 
એક્સપર્ટ જણાવે છે કે મહિલાઓ ખૂબ જ સ્ટ્રેસ લે છે. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. કરિયર અને જવાબદારીઓના કારણે સ્ટ્રેસ થવો સામાન્ય બાબત છે. પરંતુ સ્ટ્રેસ લેવો કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. 

માટે સ્ટ્રેસ ન લો પોતાની મુશ્કેલી પરિવાર સાથે શેર કરો અને તેનું સમાધાન લાવો. સ્ટ્રેલ લેવાથી વાળખરવા, ડિપ્રેશન, એન્ઝાઈટી અને હૃદય રોગનો ખતરો વધી જાય છે. સ્ટ્રેસને ઓછો કરવા માટે મેડિટેશન અને યોગા પણ કરી શકો છો. 

વધારે પાણી પીવો 
સ્વાસ્થ્યને યોગ્ય બનાવવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. શરીરનું લગભગ 60 ટકા ભાગ પાણીથી બને છે. જેનો અર્થ છે કે તમારા શરીરમાં અંગો અને કોશોને સારી રીતે કામ કરવા માટે જરૂરી માત્રામાં પાણી પહોંચવું જરૂરી છે. 

માટે પાણી જરૂર પીવો જેથી સ્વાસ્થ્ય સારૂ રહે. વધારે પાણી પીવાથી આખા શરીરમાં ઓક્સીઝનની આપૂર્તિ થાય છે. ત્વચાના સ્વાસ્થ્યને વધારો મળે છે. શરીરના ઝેરી તત્વો બહાર આવી જાય છે અને શરીરમાં વિટામિન-મિનરલ સરળતાથી પહોંચે છે. 

7થી 8 કલાકની ઊંઘ 
શરીર માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. કારણ કે એસપર્ટ કહે છે કે ઉંઘ સમગ્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારી ઊંઘ લેવાથી મસ્તિષ્ક અને શરીર રીસેટ થઈ જાય છે. 

મહિલાઓ વિશે મોટાભાગે કહેવામાં આવે છે કે ઘણી વખત તે ઘરના કામ, અભ્યાસ અને બાળકોના કારણે રાત્રે જાગે છે અને પછી જલ્દી ઉઠી પણ જાય છે. આમ કરવાથી તેમની ઊંઘ પુરી નથી થઈ શકતી. એક્સપર્ટ જણાવે છે કે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ જરૂર લો. 

હેલ્ધી ફૂડ ખાઓ 
ટ્રેન્ડી ડાયેટ અને જંક અથવા ફાસ્ટ ફૂડ ખાવાનો દરેકને શોખ હોય છે. પરંતુ આ વસ્તુઓ શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. માટે પુરૂષોની સાથે મહિલાઓને પણ ભોજન પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. 

તાજા ફળ અને શાકભાજી, આખુ અનાજ, બ્રાઉન રાઈસ, ક્વિનોઆ, ઓટ્સ, ફળ વગેરેને ડાયેટમાં જરૂર શામેલ કરો. 

શરીરનું સાંભળો 
સારા સ્વાસ્થ્ય માટે હંમેશા તમારા શરીરની વાત સાંબળવી ખૂબ જ ફાયદાકારક છે. જો તમારૂ શરીર સિગ્નલ આપી રહ્યું છે કે તે ખૂબ જ થાકેલું છે અને તેને ન્યૂટ્રિશનની જરૂર છે અને તમે પણ શારીરિક શ્રમ વધારે કરો છો અથવા તો કામના કારણે ભોજન નહીં કરો તો તેના કારણે શરીરને નુકશાન થશે. 

આમ કરવાથી એનર્જીમાં કમી આવી જશે, ડાઈજેશન ખરાબ થઈ જશે. માટે હંમેશા પોતાના શરીરની જરૂરીયાતનું ખાસ ધ્યાન રાખો. 

દરરોજ ઓછામાં ઓછુ 20-30 મિનિટ ચાલો 
સ્વસ્થ્ય રહેવા માટે તમારે કલાકો જીમમાં પસાર કરવાની જરૂર નથી. તેના કરતા દરરોજ 20-30 મિનિટની વોક કરવાથી પણ ફાયદો મળશે. પરંતુ જો તમારી પાસે સમય હોય તો કાર્ડિયો, વેટ ટ્રેનિંગ હોમ વર્કઆઉટ વગેરે પણ કરવું જોઈએ. 

વિટામિન-મિનરલ યુક્ત ફૂડ્સનું સેવન કરો 
પુરૂષોની અપેક્ષાએ મહિલાઓના શરીરમાં વિટામિન અને મિનરલની કમી જોવા મળે છે. માટે હંમેશા વિટામિન અને મિનરલ યુક્ત ભોજન કરો, જેથી આગળ જઈને તમને કોઈ બિમારી ન થાય. 

કેલ્શિયમ, વિટામિન ડી, ફોલેટ, આયરન, વિટામિન સી, વિટામિન બી 12, મેગ્નીશિયમ યુક્ત ફૂડનું વધારે સેવન કરવું જોઈએ. 

વધારે ફાયબર ખાઓ 
ડાયજેશન, સ્કિન ક્વોલિટી અને પેટની હેલ્થ યોગ્ય રાખવા માટે ફાયબર વાળા ફૂડ ખાવાની ખૂબ જ જરૂર છે. માટે ડાયેટમાં ફાયબર યુક્ત શાકભાજી અને અનાજનું સેવન કરો. 

દર વર્ષે કરાવો ચેકઅપ 
અમુક એક્સપર્ટ જણાવે છે કે મહિલાઓને દર વર્ષે પોતાના ડોક્ટને મળવું જોઈએ અને બોડી ટેસ્ટ કરાવવું જોઈએ. જો તમારી ઉંમર 21 અથવા તેનાથી વધારે છે તો તમે દર 3 વર્ષમાં સર્વાઈકલ કેન્સરની તપાસ માટે પેપ ટેસ્ટ કરાવો, જો તમારી ઉંમર 30-65 છે. 

તો તમે દર 5 વર્ષમાં પેપ ટેસ્ટ અને એચપીવી ટેસ્ટ બન્ને કરાવી શકો છો. જો તમે સેક્સુઅલી એક્ટિવ છો અને તમને એસટીડી થવાનો વધારે ખતરો છે તો તમે પેપ ટેસ્ટ અને એચપીવી ટેસ્ટ બન્ને કરાવી શકો છો. જો તમે સેક્સુઅલી એક્ટિવ છો અને તમને એસટીડી થવાનો વધારે ખતરો છે તો ક્લેમાઈડિયા, ગોનોરિયા અને સિફલિસ માટે વર્ષમાં એક વખત ટેસ્ટ કરાવો. તમારૂ વાર્ષિક ચેકઅપ ન છોડો. 

હંમેશા ખુશ રહો 
સૌથી મોટી વાત એ છે કે મહિલાઓને હંમેશા ખુશ અને પોઝિટિવ રહેવું જરૂરી છે. તે દિકરી હોય, વહું, માતા કે સાસુ કોઈ પણ જવાબદારી નિભાવવાની હોય તેનાથી પરિવારના લોકોને હિમ્મત મળે છે. માટે હંમેશા ખુશ રહો અને કોઈ પણ મુશ્કેલી આવવા પર પરિવારને તેના વિશે વાત કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ