બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / There will be trouble regarding money, financial happiness will be good, see today's horoscope

23 માર્ચ / ફડચામાં જશો, પરિવાર પર આવશે આફત, આ રાશિના જાતકોનો શનિવાર ભારે, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:06 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
23 03 2024 શનિવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ તેરસ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ શૂળ
કરણ ગર
રાશિ સિંહ (મ.ટ.)

મેષ  (અ.લ.ઈ.)  
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં વિતાવશો તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકોને ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે, વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે 

મિથુન  (ક.છ.ઘ.) 
અંગત કાર્યોમાં સાવધાની રાખવી અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક  (ડ.હ.) 
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું અને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ વડીલ વર્ગથી તકલીફ જણાશે, ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ  (મ.ટ.) 
પરિવારમાં પ્રીતિ જળવાશે અને મનપસંદ કાર્યોમાં રુચિ વધશે તેમજ આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 
ધારેલા કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા  (ર.ત.) 
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક  (ન.ય.) 
પરેશાની કામને બગાડશે અને અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા તેમજ ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે, મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર  (ખ.જ.) 
મકર રાશિના જાતકોને રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી અને નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે તેમજ સંતાનના કાર્યોમાં સફળતા મળે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
મનપસંદ કામમાં સફળતા મળશે અને આપની ભાવનાઓની કદર થશે તેમજ પદોન્નતિ માટે નવી તકો મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 
સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધામાં મધ્યમ લાભ થશે

વાંચવા જેવું: આ વખતની ચૈત્રી નવરાત્રીમાં દુર્ગા માતાની ઉપાસનાથી મળશે ડબલ ફળ, બની રહ્યા છે શુભ યોગ

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ