બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / There was only curfew in Congress rule, now he should not be cheated, Amit Shahs strikes in Gaurav Yatra from Ahmedabad

આર-પાર / કોંગ્રેસના રાજમાં માત્ર કર્ફ્યૂ રહેતો, હવે તે છેતરી ન જાય, અમદાવાદના ઝાંઝરકાથી ગૌરવ યાત્રામાં અમિત શાહના પ્રહારો

Kishor

Last Updated: 04:42 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના આજે બીજા દિવસે ઝાંઝરકાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.

  • ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો આજે બીજો દિવસ
  • અમદાવાદના ઝાંઝરકાથી ગૌરવ યાત્રાનો પ્રારંભ
  • જનતાના આશીર્વાદ અમારી સાથે: માંડવિયા 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ પક્ષોએ સરકાર બનાવવા પ્રયાસ શરૂ કર્યા છે. જે અંતર્ગત ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી છે. આ ગૌરવ યાત્રાનો આજે બીજો દિવસ છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકાથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. 

કોંગ્રેસે લોકોને અંદરો-અંદર ઝઘડો કરાવવાનું કામ કર્યું :અમિત શાહ
ઝાંઝરકાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં માત્ર કરફ્યૂ રહેતો હતો. કોંગ્રેસે લોકોને અંદરો-અંદર ઝઘડો કરાવવાનું કામ કર્યું હોવાના પણ અમિત શાહે આરોપ લગાવ્યા હતા. વધુમાં તેઑએ જણાવ્યું કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે 24 કલાક વીજળી મળતી ન હતી. પરંતુ તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બનતાની સાથે જ રાજ્યમાં 24 કલાક વીજળી આપી છે. અત્યારે રાજ્યામાં 24 કલાક વીજળી સાથે ઘરે-ઘરે નર્મદાનું પાણી મળી રહ્યું છે.  વધુમાં ભાજપની સરકાર બન્યા બાદ ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે. હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

કોંગ્રેસ છેતરી ન જાય તે વાતનું ધ્યાન રાખજો  :  અમિત શાહ
આ વેળાએ અમિત શાહે ઉમેર્યું હતું કે દરેક ચૂંટણીમાં જનતાએ ભાજપને વિજય બનાવ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ફરીવાર બે તૃતિયાસ બહુમતીથી જીતુશુ તવો અમિત શાહે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ગીફ્ટ સિટીથી ગુજરાતનો વ્યાપાર ગ્લોબલ બનાવાનો છે,  ભાજપ સરકારમાં શાંતિ વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં રોકાણકારોની લાઇન લાગી છે. દુનિયાની સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતમા છે, તો  રામ મંદિર બનાવની શરૂઆત થઈ ગઈ છે એને  કાશી વિશ્વનાથ, ઉજ્જૈન સહિતના યાત્રાધામોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે. આથી હવે ગુજરાતમાં સાશન આપો ત્યારે ટકોરો મારીને આપજો અને કોંગ્રેસવાળાઑ છેતરી ન જાય તે વાતનું ધ્યાન રાખજો તેમ અંતમાં અમિત શાહે ઉમેર્યું હતું.

જનતાના આશીર્વાદ લેવા માટે આ યાત્રા શરૂ કરાઈ : મનસુખ માંડવિયા
ગુજરાત ગૌરવ યાત્રાને લઇ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જનતાના આશીર્વાદ લેવા માટે આ યાત્રા શરૂ કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વાસની પાર્ટી છે. વધુમાં ભાજપે જનતાની અપેક્ષા મુજબનું સાશન આપ્યું હોવાથી જનતાના આશીર્વાદ અમારી સાથે હોવાનું માંડવિયાએ અંતમાં ઉમેર્યું હતું. 

કોંગ્રેસે અન્યાય કરવામાં કઈ બાકી રાખ્યુ નથી
વધુમાં નવસારીના ઉનાઈથી ભાજપની ગૌરવ યાત્રા યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આઝાદી પછી કોંગ્રેસે અન્યાય કરવામાં કઈ બાકી રાખ્યુ નથી. ત્યારબાદ જનતાએ ભાજપ પર વિશ્વાસ કર્યો તેની આ ગૌરવયાત્રા છે.  આજે ત્રા ઉનાઈ થી ફાગવેલ અને  ઉનાઈ માતા થી અંબાજી સુધી એમ બે ગૌરવ યાત્રા શરૂ થશે. આમ ગુજરાતમાં પાંચ ગૌરવ યાત્રા 182 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે. અમિતશાહે ઉમેર્યું કે ભાજપ સરકારે પેસા એક્ટને અમલમાં મુક્યો છે અને નળથી આદિવાસીના ઘર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. વધુમાં 98.3 % આદિવાસી ગામોને મુખ્ય રોડ સાથે જોડ્યા હોવાનું પણ જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ