બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / There was a time when I too...: Kapil Sharma's shocking statement on suicide

ખુલાસો / એક સમય એવો હતો કે જ્યારે મને પણ....: આત્મહત્યા અંગે કપિલ શર્માનું ચોંકાવનારું નિવેદન, કહ્યું 'કોઇ સમજાવનાર...'

Megha

Last Updated: 03:13 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્માએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એમના જીવનમાં પણ એક તબબકો એવો આવ્યો હતો જ્યારે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. એ તબક્કામાં સમજાતું નહતું કે શું કરવું જોઈએ

  • કોમેડિયન કપિલ શર્મા બન્યો હતો ડિપ્રેશનનો શિકાર
  • એક સમયે આવતા હતા આત્મહત્યા કરવાના વિચાર 
  • જીવનમાં એ તબક્કો આવો પણ જરૂરી હતો

કપિલ શર્મા એક એવું નામ છે જેને આજકાલ લગભગ દરેક લોકો જાણે છે. કપિલ શર્મા શોથી લોકોણઆ દિલમઆ જગ્યા બનાવનાર કપિલ શર્મા હાલ તેની ફિલ્મને લઈને ઘણા ચર્ચામાં આવ્યા છે. કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોથી ફિલ્મી પડદે પરત ફરી રહ્યો છે. જો કે આ ફિલ્મની એક વાતચીત દરમિયાન કપિલ શર્માએ તેમના જીવન વિશે પણ ખૂલીને થોડી વાતો કરી હતી. સાથે જ આ દરમિયાન એમને એમના જીવનના સૌથી ખરાબ તબક્કા વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'એક સમય એવો હતો જ્યારે આત્મહત્યા કરવાનું મન થતું હતું.'

કપિલ બન્યો હતો ડિપ્રેશનનો શિકાર
કોમેડિયન કપિલ શર્માએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એમના જીવનમાં પણ એક તબક્કો એવો આવ્યો હતો જ્યારે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. એ તબક્કામાં સમજાતું નહતું કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આખો દિવસ કામ કરી લોકોને હસવીને જ્યારે ઘરે આવતા તો એમન થતું કે કોઈ છે નહીં જે વાતો કરીને જીવન વિશે સમજાવે. 

એક સમયે આત્મહત્યા કરવાના વિચાર આવતા
વાતચીત દરમિયાન જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તમે ક્યારેય આત્મહત્યા કરવાનું વિચાર્યું છે?  એ પ્રશ્નનો જવાબ આપતા કપિલ શર્માએ કહ્યું કે 'હું જેની વાત કરી રહ્યો છું, તે તબક્કામાં તે આવું જ હતું." હા મેં એવું વિચાર્યું. મને લાગતું હતું કે કોઈ મારું નથી. આવું કંઈ દેખાતું નથી, કોઈ સમજાવવાવાળું કે કાળજી લેવાનું કોઈ નથી. આસપાસ જે લોકો છે એ કેવા છે, કોણ એમના ફાયદા માટે સાથે જોડાયા છે એ પણ ખબર નથી પડતી.' 

આગળ એમને જણાવ્યું હતું કે, 'એ બસ તબક્કો હતો અને મને એવું લાગે છે કે જીવનમાં એ તબક્કો આવો પણ જરૂરી હતો. એવા સમય પછી આંખો ખૂલી જાય છે કે અને જીવનમાં કેવા લોકો સાથે સંબંધો બનાવવા એ વિશે પણ ખબર પડવા લાગે છે. ' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ