બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / there may be rebellion in bjp against modi claims rajasthan cm ashok gehlot says

ચૂંટણી રણનીતિ / 'મોદી સામે ભાજપમાં જ થશે બળવો' CM ગેહલોતના દાવાથી રાજકીય ભૂકંપ, આપ્યું આવું કારણ

Hiralal

Last Updated: 04:07 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટો દાવો કર્યો છે.

  • રાજસ્થાનના CM ગેહલોતનો મોટો દાવો
  • કહ્યું-પીએમ મોદી સામે ભાજપમાં થઈ શકે બળવો
  • સંસદીય બેઠકનું આપ્યું ઉદાહરણ 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો છે. બન્ને નેતાઓ અવારનવાર સાથે મંચ શેર કરતા હોય છે, ભૂતકાળમાં ઘણા પ્રસંગોએ બન્ને સાથે સાથે જોવા મળ્યાં હતા. આગામી થોડા સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, પીએમ મોદી પણ ત્યાં ચૂંટણીઓ સંબોધી રહ્યાં છે અને આ દરમિયાન સીએમ અશોક ગેહલોતના દાવાથી રાજકીય ભૂકંપ મચ્યો છે. 

શું બોલ્યાં અશોક ગેહલોત 
અશોક ગેહલોતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન સામે બળવો થઇ શકે છે. કારણ કે પક્ષમાં તેમનું માન ઘટ્યું છે. જો કે તેમણે આ વાત કયા આધારે કહી તે અંગે સ્પષ્ટતા કરી નથી. સીએમ ગેહલોતે વધુમાં કહ્યું કે, ભાજપના કોઈ પણ મોટા નેતાને પૂછો કે તેમની પાર્ટીની બેઠકોમાં કેવા પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. આ પહેલા તેમની પાર્ટીની સંસદીય દળની બેઠકમાં શું સ્થિતિ હતી? હવે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે? તમે લોકો શોધી કાઢો, તમને સત્ય ખબર પડશે. મોદીજી સાથે પહેલા અને અત્યારે કેવા પ્રકારની સ્થિતિ બદલાઈ ગઈ છે?

ઓબીસી સમુદાયમાંથી વડા પ્રધાન પદ સુધી પહોંચ્યાં 
ગેહલોતે કહ્યું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સમજાવવા માંગું છું. તમે ઓબીસી સમુદાયમાંથી વડા પ્રધાન પદ સુધી આવ્યા છો. ઓછામાં ઓછું ઓબીસીનું  સન્માન તો રાખો. પરંતુ તેઓ આવું જ વિચારે છે. ત્યાર બાદ હવે તેમની પાર્ટી પણ તેમની વિરુદ્ધ થઇ ગઇ છે. તમારી સામે ધીરે ધીરે બળવો થઈ શકે છે.

દેશ એકજૂટ રહે તેવી જ અમારી ઈચ્છા 
ગેહલોતે કહ્યું કે અમે સાંભળીએ છીએ કે આરએસએસ અને તેમની વચ્ચે કોઈ અંતર વધ્યું છે અને તેમની વચ્ચે પહેલા જેવો સંબંધ રહ્યો નથી પરંતુ અમારે આ વાત સાથે કંઈ લેવાદેવા નથી, અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે ભારત એકજૂટ રહે. તેના માટે સમગ્ર દેશવાસીઓએ કોઇ પણ પક્ષ કે વિચારધારાના હોવા જોઇએ. દેશ અને ભારત માતાના પ્રેમ માટે સૌએ એકજૂટ રહેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ