બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / There is no Gauchar in 2303 villages! Who grazed the cattle land in Gujarat? Where is the voice of the system?

મહામંથન / 2303 ગામોમાં નથી ગૌચર! ગુજરાતમાં ગૌચરની જમીન કોણ ચરી ગયું? તંત્રનો વાંક ક્યાં ક્યાં?

Vishal Khamar

Last Updated: 09:58 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અવાર નવરા ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દબાણ કરી દેતા હોય છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા કડક પગલા ભર્યા છે. વિકાસ કમિશ્નરે ગૌચર પરથી દબાણ દૂર કરવા બાબતે વિકાસ કમિશ્નર દ્વારા પરિપત્ર કરાતા ગ્રામ પંચાયત દ્વારા હવે ગૌચર પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે.

રખડતા ઢોરનો ત્રાસ ગામડાથી હવે શહેરો સુધી પહોંચ્યો છે.,મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ 3 દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મુકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે.ગૌચરની જમીનના અભાવને કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે અને નિર્દોષ લોકો અડફેટે ચડે છે. રખડતા પશુ માટેની પોલિસી લાવવાની સાથે ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણોને ખાલી કરાવવા ફરી એક વાર આદેશ અપાયા છે. 

  • ગૌચર સહિતની જમીનો પરના દબાણ દૂર કરવા પરિપત્ર 
  • ગ્રામ પંચાયતોને દબાણ દૂર કરવાના અધિકારો અપાયા
  • 23/10/2019ના પરિપત્રથી ગેરકાયદે દબાણ દૂર કરવા સૂચના 

વિકાસ કમિશનરે પરિપત્ર જાહેર કરીને ગ્રામ પંચાયતોને સૂચના આપી છે. સાથે જ દબાણો દૂર કરવાની સૂચના આપી છે. વર્ષ 2015માં ગૌચર માટેની નીતિ અને ત્યાર બાદ 2019માં પરિપત્ર જેનો અમલ આજ સુધી ન થતાં સ્થિતિ એ છે કે ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે. 2 કરોડ પશુની સામે માત્ર 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણથી અપાઇ હોવાનો વિપક્ષનો દાવો છે. ગુજરાતના 2303 ગામોમાં ગૌચર જ ન હોવાનો ખુલાસો પણ થયેલો છે. ગૌચરની જમીન પર ભૂમાફિયા વગને કારણે તરાપ મારીને બેઠા છે. સવાલ નીતિ અને પરિપત્ર બાદની એકશનનો છે. સવાલ એ છે કે ભૂમાફિયાને બળ કોણ આપે છે? સવાલ એ છે કે અબોલ પશુઓનો હક છીનવનારા સામે પગલા ભરવામાં હાથ કેમ બંધાયેલા છે?

  • કોમર્શિયલ પાકા દબાણોને અગ્રમિતાના ધોરણે દૂર કરવા 
  • અન્ય દબાણો દુર કરવા સરકારની સૂચનાનું પાલન કરવું
  • દબાણો દુર કરવા દરમિયાન શાંતિનો ભંગ ન થાય તેની કાળજી લેવી
  • મામલતદાર-પોલીસના સંકલનમાં રહી દબાણો દૂર કરવા

ગૌચરને લઇને વિકાસ કમિશનરના પરિપત્રમાં શું છે?
ગૌચર સહિતની જમીનો પરના દબાણ દૂર કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ પંચાયતોને દબાણ દૂર કરવા અધિકારો અપાયા છે. 23.10.2019 નાં પરિપત્રથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએથી દબાણ દૂર ન કરાયા હોવાની માહિતી બાદ સૂચના આપવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ યોજાતી બેઠકમાં દબાણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. દબાણ રજીસ્ટ્રરમાં દબાણોની નોંધણી કરવી. તેમજ દબાણ દૂર કરવાની સાથે નિયમોનુસાર દંડ ફરજીયાત લેવો. કોમર્શિયલ પાકા દબાણોને અગ્રિમતાનાં ધોરણે દૂર કરવા અન્ય દબાણો દૂર કરવા સરકારની સૂચનાનું પાલન કરવું. તેમજ દબાણો દૂર કરવા દરમિયાન શાંતિનો ભંગ ન થાય તેની કાળજી લેવી. મામલતદાર-પોલીસનાં સંકલનમાં રહી દબાણો દૂર કરવા. 

ગૌચર જમીન પર દબાણોને હટાવવા ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી અરજી
ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે
2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન 

નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી
દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવી દબાણો દૂર કરવા સમીક્ષા કરવી. તેમજ નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી રાખવી. તાલુકા વિકાસ અધિકારીએ દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવવા. અને દબાણ દૂર કરવાની સમીક્ષા કરવી. દબાણો ઉભા ન થાય તે માટે પ્રયાસ કરવા. દર મહિને તાલુકા વિકાસ અધિકારીની બેઠકમાં કાયમી એજન્ડાનો સમાવેશ કરી દબાણ દૂર કરવા સમીક્ષા કરવી. 

  • રાજ્યમાં 9,029 ગામોમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે
  • 2,303 ગામોમાં ગૌચરની જમીન જ નથી
  • સોથી વધુ બનાસકાંઠામાં 1,165 ગામોમાં લઘુતમ ગૌચરથી ઓછું છે
  • વલસાડ જિલ્લાના 250 ગામોમાં બિલકુલ ગૌચર નથી

ગુજરાતમાં ગૌચરની વાસ્તવિકતા શું?

ગૌચર જમીન પર દબાણોને હટાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે. 2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. પશુઓ માટે 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે. ગુજરાતમાં વર્ષ 2015 માં ગૌચર જમીન પરથી દબાણ હટાવવા નિતિ બની હતી. નીતી પ્રમાણે પગલા ન ભરાતા દબાણ વધ્યા હતા.  રાજ્યમાં બે વર્ષમાં 103 કરોડ 80 લાખ 73 હજાર 183 ચો.મી જમીન ભાડે વેચાણથી આપી હતી. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણતી અપાઈ છે. સૌથી વધુ કચ્છમાં 95 કરોડ 65 લાખ 31 હજાર 216 ચો.મી. જમીન ભાડે વેચાણથી આપી હતી. રાજ્યમાં 9029 ગામોમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે. 2303 ગામોમાં ગૌચરની જમીન જ નથી. સૌથી વધુ બનાસકાંઠામાં 1165 ગામોમાં લઘુત્તમ ગૌચરથી ઓછું છે. વલસાડ જીલ્લાનાં 250 ગામોમાં બિલકુલ ગૌચર નથી. 
 

ગૌચર જમીનનું રિયાલિટી ચેક

તાપી

  • તાપીની વાલોડ પંચાયતની ગૌચર પર દબાણ
  • 30થી વધુ સરવે નંબર છે દબાણ
  • ગૌચર જમીન પર વીજ જોડાણ પણ અપાયું

ભરૂચ

  • તવરામાં 42 હેક્ટર ગૌચર જમીન
  • ABC કંપની પાસે ગૌચરની જમીન
  • સરવે નંબર 118 પર કથિત વિવાદ

ગીર સોમનાથ

  • આલીદરમાં 500 વીઘા જમીન ખુલ્લી કરાઇ
  • સરપંચ અને ઉપસરપંચે દબાણો હટાવ્યા
  • આલીદર ગામે પાડ્યું શ્રેષ્ઠ ઉદાહરણ

જામનગર 

  • જામનગરમાં ગૌચર પર દબાણ
  • ઘૂવાવમાં 22 ગૌચર પણ જગ્યાથી અજાણ

જૂનાગઢ

  • વિસાવદરમાં મોટા પ્રમાણમાં ગૌચર પર દબાણ
  • 53 હજાર વીઘા જેટલી જમીન પર દબાણ
  • કાલસારીમાં ભૂમાફિયાઓએ કર્યુ દબાણ

પંચમહાલ

  • કાલોલના મેદાપુરમાં ગૌચરનું દબાણ
  • અલીન્દ્રામાં 82 અને 83 સરચવે નંબરમાં દબાણ

ખેડા

  • ખેડાના ઠાસરા તાલુકામાં રિયાલિટી ચેક
  • ભદ્રાસામાં સરકારી જમીનમાં દબાણ
  • સરવે નંબર 754 પર દબાણ

પાટણ 

  • ચાણસ્મામાં ધાણોધરડામાં ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો
  • 5 હેક્ટર જમીનમાં દબાણ
  • ગેરકાયદે ખેતી કરાતો હોવાનો ખુલાસો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ