બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / The young man who went to enjoy the Eid holiday left the world with 2 children and his wife

નવસારી / ઈદની રજા માણવા ગયેલા યુવકે 2 બાળકો અને પત્નીને નોંધારા મુકી દુનિયા છોડી, ડૂબી જતાં મોત

Vishal Khamar

Last Updated: 10:28 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીનાં ગણદેવી ખાતે રજા માણવા ગયેલ યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે નદીમાં ન્હાતી સમયે 2 યુવકે પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકનો બચાવ થવા પામ્યો હતો.

  • ઈદની રજા માણવા ગયેલા યુવકનું નદીમાં ડૂબી જતા મૃત્યુ
  • ગણદેવી પાસે અંબિકા નદીમાં મિત્રો ન્હાવા પડ્યા હતા
  • નદીમાં ન્હાતી સમયે 2 યુવકો પાણીમાં ડૂબ્યા હતા 

નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે રહેતો યુવક ઈદની રજા માણવા મિત્રો સાથે ગયો હતો. ત્યારે  યુવક ગણદેવી તાલુકાના મટવાડ ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીમાં ન્હાવા પડ્યા હતા. ન્હાતી વખતે અચાનક જ બંને યુવકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. જે અંગેની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ તાત્કાલિક યુવકને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકોએ બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ગણદેવી સરકારી હોસ્પિટલનાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે એક યુવકને નવસારી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યો હતો. જ્યાં સમયસર સારવાર મળી રહેતા એક યુવકનો જીવ બચી જવા પામ્યો હતો.

યુવકના મોતથી તેના 2 બાળકો અને પત્નીએ ગુમાવી છત્રછાયા
યુવક નવસારી ખાતે આવેલ નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં દુકાન ચલાવીને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક જ વેપારી ટીપુ સુલતાન પઠાણનું મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.  મૃતક યુવકનાં મોતથી 2 બાળકો અને પત્નિએ છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને લઈને ગણદેવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ