બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / The year 2024 will bring bad days for the natives of this zodiac sign: Sun and Saturn conjunction may cause harm.

ધર્મ / આ રાશિના જાતકો માટે ખરાબ દિવસો લઈને આવશે વર્ષ 2024: સૂર્ય અને શનિની યુતિથી થઈ શકે છે નુકસાન

Megha

Last Updated: 09:01 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહોના રાજા સૂર્ય અને તેના પુત્ર શનિનું સંયોજન ખૂબ જ શક્તિશાળી હોય છે. સૂર્ય અને શનિ શત્રુ ગ્રહો છે તો એમનો સંયોગ તમામ 12 રાશિઓના જીવન પર મોટી અસર કરશે.

  • ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે
  • ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે
  • વર્ષ 2024 માં કુંભ રાશિમાં શનિ અને સૂર્યનો સંયોગ થશે

દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના ભવિષ્યમાં શું થશે અને જ્યોતિષી આ જાણવામાં લોકોની ઘણા અંશે મદદ કરે છે. નવા વર્ષ 2024માં ગ્રહોના રાજા સૂર્યદેવ અને ન્યાયના દેવતા શનિદેવનો સંયોગ થશે. અંહિયા ખાસ વાત એ છે કે આ બંને પિતા-પુત્ર ગ્રહોને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ બંને ગ્રહોનું સંયોજન કેટલીક રાશિના લોકોના જીવનમાં તોફાન લાવી શકે છે. આર્થિક નુકસાનની સાથે-સાથે આ રશીના લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

એક મહિના સુધી પાંચ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી! સૂર્યદેવના આશીર્વાદથી  અવશ્ય મળશે ગુડ ન્યૂઝ, જુઓ આખું લિસ્ટ/ sun transit 2023 in libra surya rashi  parivartan ...

દરેક ગ્રહ નિશ્ચિત રાશિમાં પરિવર્તન કરે છે અને બીજા ગ્રહો સાથે સંયોગ પણ બનાવે છે. હવે એ વાત તો જાણીતી છે કે ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને વર્ષ 2024માં ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ પહેલેથી જ કુંભ રાશિમાં હાજર છે. આ રીતે કુંભ રાશિમાં સૂર્યના સંક્રમણને કારણે શનિ અને સૂર્યનો સંયોગ થશે. એટલા માટે આ 3 રાશિના લોકોએ 15 ફેબ્રુઆરી 2024 થી 15 માર્ચ 2024 સુધી કેટલીક બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે. 

કર્ક રાશિ 
શનિ અને સૂર્યનું મિલન કર્ક રાશિ ના લોકો માટે હાનિકારક સાબિત થશે. આ જોડાણ રાશિચક્રના 8મા ઘરમાં બનશે. કેવી રીતે નુકસાન પંહોચડશે? આ લોકોને કોઈ છુપાયેલા રોગ થઈ શકે છે. વિવાહિત જીવનમાં વિવાદ વધી શકે છે. આ સમયગાળામાં નવું કામ કરવાનું ટાળો. કોઈપણ નવા ફેરફારોને ધ્યાનમાં લેશો નહીં. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

કન્યા-કુંભ સહિત આ 3 રાશિના જાતકો માટે ખાસ મોકો: શનિના નક્ષત્રમાં થઈ છે  સૂર્યની એન્ટ્રી, ચમકી જશે ભાગ્ય/ astrology these zodiac signs get many  opportunities to shine due to ...

કન્યા રાશિ
શનિ અને સૂર્યનો સંયોગ કન્યા રાશિવાળા લોકો માટે ખરાબ સમય લાવી શકે છે. આ સંયોગ રાશિચક્રના 12મા ભાવમાં બનશે. બિનજરૂરી ખર્ચાઓનું ભારણ વધશે. તમારા પર ખોટા આરોપો લગાવવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તણાવ રહેશે. આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. કોર્ટ કેસમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. ઉપરાંત અકસ્માત પણ થઈ શકે છે એટલા માટે વાહન છળવતી વખતે સાવધની રાખવી. 

મીન રાશિ 
સૂર્ય અને શનિનો સંયોગ મીન રાશિના લોકોને અશુભ પરિણામ આપી શકે છે. બિનજરૂરી ખર્ચ તમારું બજેટ બગાડશે. તવેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમયે કોઈને પૈસા ઉધાર ન આપવાનું સારું રહેશે. પૈસાની ખોટ થવાની સંભાવના છે. સ્વાસ્થ્યની પરેશાનીઓને અવગણશો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ