બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The weather department has made an important prediction regarding the heat

આગાહી / ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં હવે ઊંચકાશે ગરમીનો પારો, તાપમાન જશે 40 ડિગ્રીને પાર

Malay

Last Updated: 02:19 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના હવામાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ વરસાદની કોઈ આગાહી નથી.

 

  • અમદાવાદ વાસીઓ ગરમી માટે રહેજો તૈયાર 
  • ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી
  • રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે

દેશના અનેક રાજ્યમાં હીટવેવનો કહેર યથાવત છે. દેશના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો પણ 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા અને બિહાર જેવા કેટલાય રાજ્ય ગંભીર હીટવેવની ઝપેટમાં છે અને હવામાન વિભાગે તીવ્ર ગરમી-હીટવેવની ચેતવણી આપી છે. ગુજરાતના વાતાવરણમાં પણ સતત પલટો આવી રહ્યો છે. ગરમીમાં પણ અચાનક વાદળછાયું વાતાવરણ થઇ જાય છે. તો ક્યારેક કાળઝાળ ગરમી પડે છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. 

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ; હજુ આ તારીખ પછી  અસહ્ય ગરમી પડવાની આગાહી | In Gujarat, the heat broke a 7-year record in  February itself

આગામી 5 દિવસ સૂકું રહેશે વાતાવરણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહશે. બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. બે દિવસ બાદ 1 ડિગ્રી તાપમાનનો વધારો થશે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતાઓ છે. ઉત્તરી દિશાથી સૂકા પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં વધારો થશે. 

હાલ યલો એલર્ટની કોઈ આગાહી નહીંઃ મનોરમા મોહંતી
આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આજથી બે દિવસ સૌરાષ્ટ્રમાં તાપમાન વધવાની શક્યતાઓ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ છે. જોકે, હાલ યલો એલર્ટની કોઈ આગાહી નથી. 

VTV Gujarati News and Beyond on Twitter: "મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર  સમારોહમાં હિટસ્ટ્રોક (અતિશય ગરમી)ના કારણે 7 લોકોના મોત, 24 લોકો સારવાર હેઠળ  #Maharashtra #summer ...

આજે ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે અમદાવાદમાં પણ કાળઝાળ ગરમી પડશે. આજે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે  સુરતમાં 40 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, પાટણમાં 41, ડીસામાં 39 ડિગ્રી , બોટાદમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન
ભરૂચમાં 41 ડિગ્રી અને ખેડામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ