બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / The weather department has made a big prediction regarding the heat in Gujarat

હવામાન આગાહી / ધકધકતી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, આગામી 48 કલાક બાદ ગુજરાતમાં થશે તાપમાનમાં આટલાં ડિગ્રીનો વધારો

Malay

Last Updated: 08:32 AM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.

 

  • ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી 
  • આજે 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના 
  • તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શકયતા

ગુજરાતમાં હજુ પણ વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોરે આકરી ગરમી પડવા લાગે છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 2 ડિગ્રી તાપમાન વધાવાની સંભાવના છે. 

તાપમાનનો પારો 35થી 37 ડિગ્રીએ પહોંચવાની શક્યતા 
હવામાન વિભાગે ગરમી આકરી પડવાની આગાહી કરતા કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. જોકે, આગામી 48 કલાક બાદ ફરી 2થી 3 ડિગ્રી વધી જશે. 

ગુજરાતમાં હજુ આટલાં દિવસ ગરમી અકળાવશે, રાજ્યનાં 5 શહેરોમાં તાપમાન 42  ડિગ્રીને પાર |  temperatures-crossed-42-degrees-in-5-cities-in-gujarat-heatwave-news

ઉતર ગુજરાતમાં વધી શકે છે તાપમાનનો પારો 
રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન વધવાની આગાહી કરાઈ છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન પણ 17 ડિગ્રીએ પહોચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે છે.

કાળઝાર ગરમી બધા રેકોર્ડ તોડશે
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં જણાવાયું છે કે, ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો હીટવેવની ઝપેટમાં આવશે. 

2030 સુધીમાં અમદાવાદીઓ ગરમીથી તોબા પોકારી ઉઠશે ! ગુજરાતમાં વધતી ગરમીને લઇને  રિસર્ચમાં કરાયો ચોંકાવનારો દાવો | Ahmedabad's temperature to rise by 2030  is claimed

હવામાન વિભાગની ચેતવણી
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન અત્યારથી 35થી 39 ડિગ્રીના રેન્જમાં આવી ગયું છે. આ સાથે હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન લગભગ 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ નોંધાશે. આ વખતે માર્ચ મહિનો ગરમીમાં આકરો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ