બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / The Twitter Blue Tick mark will be removed from today

BIG NEWS / આજથી Twitter Blue Tick માર્ક હટી જશે, યુઝર્સે હવે ચૂકવવા પડશે આટલાં રૂપિયા

Priyakant

Last Updated: 08:49 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter Blue Tick Removed News: અગાઉ ટ્વિટર રાજકારણીઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત સેલિબ્રિટીઓના એકાઉન્ટ પર બ્લુ ટિક આપતું હતું. આ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કની મોટી જાહેરાત 
  • જે યુઝર્સ બ્લુ ટિક માટે પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિક નહીં મળે
  • આજથી ફક્ત ટ્વિટર બ્લુ સર્વિસ લેનારા લોકો પર બ્લુ ટિક હશે  

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની સમયમર્યાદા જાહેર કરી હતી. મસ્કએ કહ્યું હતું કે જે યુઝર્સ બ્લુ ટિક માટે પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિક નહીં મળે.નોંધનીય છે કે, એલન મસ્કે 12 એપ્રિલે બ્લુ ટિક વિશે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, "લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી દૂર કરવામાં આવશે." મસ્ક પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે, જો બ્લુ ટિકની જરૂર પડશે તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.

આજથી ફક્ત ટ્વિટર બ્લુ સર્વિસ લેનારા લોકો પર બ્લુ ટિક હશે
એવું માનવામાં આવે છે કે, આજથી ફક્ત ટ્વિટર બ્લુ સર્વિસ લેનારા લોકો પર બ્લુ ટિક હશે. બીજા બધાની બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જે ટ્વિટર યુઝર્સ બ્લુ ટિક રાખવા ઈચ્છે છે તેમને બ્લુ સર્વિસ સબસ્ક્રાઈબ કરવી પડશે. વાસ્તવમાં અગાઉ ટ્વિટર રાજકારણીઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત સેલિબ્રિટીઓના એકાઉન્ટ પર બ્લુ ટિક આપતું હતું. આ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો, પરંતુ એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે.

શું છે ટ્વિટર બ્લુ?
ટ્વિટરે જાહેરાત કરી હતી કે, કંપની પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાં પણ તેની શરૂઆત થઈ. આ હેઠળ આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકશે. ટ્વિટરે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જેમની પાસે પહેલાથી જ બ્લુ ટિક છે જો તેઓ ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ નહીં કરે તો તેમની બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે.
 
બ્લુ ટિક માટે કેટલો ખર્ચ થશે?
જો કોઈ યુઝર બ્લુ ટિક ઈચ્છે છે અથવા પહેલાથી મળેલી બ્લુ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લુ પર સબસ્ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે. 

ટ્વિટર  પર હવે ત્રણ પ્રકારની ટિક
અગાઉ ટ્વિટર પર વેરિફાઈડ એકાઉન્ટ પર માત્ર બ્લુ ટિક આપવામાં આવતી હતી. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે. ટ્વિટર સરકાર સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ