બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The truth of MLA Ramanlal Vora canal issue came out

સાબારકાંઠા / રમણલાલ વોરાએ પોતાની જ સરકાર સામે ઊભા કર્યાં સવાલ, VTVના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત

Dinesh

Last Updated: 10:59 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબારકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચે કેનાલ તો બનાવવામાં આવી છે પણ જાળવણીના અભાવે કેનાલમાં પાણી ન પહોંચતું હોવાનો આરોપ લાગ્યો છે.

  • ધારાસભ્ય રમણલાલ વોરાના કેનાલ મુદ્દાનું સત્ય શું?
  • કેનાલની સાફ સફાઇ અંગે સવાલ ઉઠતા વીટીવીએ રિયાલીટી ચેક કર્યું
  • 'પાણીનો ફોર્સ વધુ હોવાથી પાળા તૂટીને ખેતરોમાં પાણી ઘૂસી જાય છે'


વિધાનસભાના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં જર્જરિત કેનાલોનો મુદ્દો ઉઠાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ઈડર પશ્ચિમ વિસ્તારમાં કેનાલોનું સાફ-સફાઈ તેમજ સમારકામ થતું નથી તેવા આક્ષેપો કર્યા હતા. ત્યારે તેમને કરેલા આક્ષેપો કેટલા સાચા છે તેને લઇ વીટીવી ન્યુઝે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં કેટલીક જમીની હકીકતો સામે આવી છે. 

જાળવણીના અભાવે કેનાલમાં પાણી ન પહોંચતું હોવાનો આરોપ 
સાબારકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચે કેનાલ તો બનાવવામાં આવી છે પણ જાળવણીના અભાવે કેનાલમાં પાણી ન પહોંચતું હોવાનો આરોપ લાગ્યો છે. વડાલી ઈડરના ધારાસભ્ય રમાલાલ વોરાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેમના મત વિસ્તારમાં કેનાલોની સાફ-સફાઈ સમયસર થતી નથી. પાણી પુરવઠાના એન્જિનિયરથી લઈ સચિવ અને મંત્રીથી લઈને CM સુધી ધારાસભ્યે રજૂઆત કરી છે. જો કે આ અંગે ઇડરના ખેડૂતોએ ધારાસભ્યએ ઉઠાવેલા પ્રશ્નોને લાયક ગણાવ્યો હતો.

વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક
વિધાનસભામાં કેનાલની સાફ સફાઇ અંગે સવાલ ઉઠતા વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ઇડરના પશ્ચિમ વિસ્તાર દેશોત્તર જશવંતગઢથી પસાર થતી કેનાલમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી તેમજ ઝાડી ઝાંખરા જોવા મળ્યા છે. અહીં કેનાલની વર્ષોથી સાફ-સફાઈ થતી નથી. જેને લઈને ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય કેનાલથી માઇનોર કેનાલમાં પણ વર્ષોથી સાફ-સફાઈ ન થતા સિંચાઇ માટે તરસવું પડે છે. રવિ સિઝનમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ખેડૂતો ખુદ કેનાલની સાફ-સફાઈ કરે છે. ક્યારેક તો પાણીનો ફોર્સ વધુ હોવાથી પાળા તૂટીને ખેતરોમાં પાણી ઘૂસી જાય છે જેથી પાકને પણ નુકસાન જાય છે.

સાફ સફાઇ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે 
મહત્વનું છે કે સરકાર દર વર્ષે કેનાલોની સાફ સફાઇ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે છતા છેવાડાના વિસ્તારમાં કેનાલોમાં સાફ સાફાઇના અભાવે ખેડૂતોને પારાવાર મુશ્કેલી થઇ રહી છે. એક તરફ ઈડર વિધાનસભામાં છેલ્લા 35 વર્ષથી ભાજપ શાસિત વિધાનસભા હોવાના છતા હવે સ્થાનિક ધારાસભ્યએ પાણીના મામલે ઊભા કરેલા પ્રશ્નોનાથી તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ