બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The trailer of 'Adipurush' will be released on this day, the biggest update on this date

મનોરંજન / આ દિવસે રિલીઝ થશે 'આદિપુરુષ'નું ટ્રેલર, સામે આવી તારીખને લઇ સૌથી મોટી અપડૅટ

Megha

Last Updated: 03:04 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. દર્શકો 'રામાયણ'ની વાર્તાને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. તેના ટ્રેલરની રિલીઝ તારીખ સામે આવી ગઈ છે.

  • ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થવામાં હવે થોડા દિવસો બાકી
  • આદિપુરુષ'ના ટ્રેલર વિશે એક નવું અપડેટ આવ્યું
  • એક સાથે 70 દેશોમાં લોન્ચ થશે ટ્રેલર

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થવામાં હવે થોડા દિવસો બાકી છે. ફિલ્મ નિર્માતા ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરુષ માટે દર્શકોમાં ભારે ઉત્તેજના છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ સાથે જોડાયેલા અલગ-અલગ ફોટા, વીડિયો અને ઓડિયો અત્યાર સુધીમાં વાયરલ થયા છે. 

'આદિપુરુષ'ના ટ્રેલર વિશે એક નવું અપડેટ આવ્યું છે. પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મનું ટ્રેલર 9 મેના રોજ રિલીઝ થશે. ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર દુનિયાભરના ડિજિટલ પ્લેટફોર્મ અને થિયેટરોમાં એક સાથે જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટ્રેલર એક નવો ઈતિહાસ રચતું જોવા મળશે. 

આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે કૃતિ સેનન માતા સીતાના રોલમાં છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં લંકેશની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્ટીની ટીમે મેગા ટ્રેલર લોન્ચની જાહેરાત કરતા અભિનેતા પ્રભાસનું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત આ ભવ્ય ફિલ્મ પહેલેથી એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. જણાવી દઈએ કે ટ્રિબેકા ફેસ્ટિવલમાં તેના આંતરરાષ્ટ્રીય પ્રીમિયર માટે 'આદિપુરુષ'ની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરોએ દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. 

ટ્રેલર 70 દેશોમાં લોન્ચ થશે 
આદિપુરુષના મેકર્સ ભવ્ય ટ્રેલર લોન્ચ માટે તૈયાર છે. તેને માત્ર એક જ નહીં પરંતુ 70 દેશોમાં લોન્ચ કરવામાં આવશે. ભારત ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને એશિયા અને દક્ષિણ એશિયાના પ્રદેશો જેમ કે સિંગાપોર, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, હોંગકોંગ, ફિલિપાઇન્સ, મ્યાનમાર, શ્રીલંકા, જાપાન; આફ્રિકા, બ્રિટન, યુરોપ, રશિયા, ઇજિપ્તમાં પણ દર્શકોને 'આદિપુરુષ'ના ટ્રેલરની વાર્તા જોવા મળશે. 

ગત વર્ષે ટીઝરમાં 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ 12 જાન્યુઆરી જણાવવામાં આવી હતી, પરંતુ તેને 16 જૂન સુધી ટાળી દેવામાં આવી હતી. રિલીઝ થવામાં બે મહિનાથી પણ ઓછો સમય છે અને આવી સ્થિતિમાં મેકર્સ પાસે પ્રમોશન માટે પૂરો સમય છે. અહેવાલો અનુસાર, 'આદિપુરુષ'નું બજેટ 500 કરોડ રૂપિયાથી વધુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ