બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / The tradition of eating pindi kandamool on Mahashivratri, the farmers of Gandevi have maintained the tradition of growing this difficult crop.

નવસારી / ગુજરાતમાં અહીં થાય છે પીંડીની ખેતી, ભગવાન શિવના અતિ પ્રિય હતું આ કંદમૂળ, શિવરાત્રીના દિવસે આરોગવાનો મહિમા

Vishal Dave

Last Updated: 09:10 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળ એ એકબીજા સાથે અનાદિકાળથી જોડાયેલા છે.ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પ્રિય છે.

મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળ એ એકબીજા સાથે અનાદિકાળથી જોડાયેલા છે.. ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પ્રિય છે. આ પીંડી કંદમૂળ માત્ર શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખેલા શ્રધાળુઓ આરોગે છે. 

લુપ્ત થતા વારસાને જાળવી રાખવાની પરંપરા હજી સુધી યથાવત છે એમાં પણ ખાસ કરીને જૂના ફળફળાદીને સાચવી અને આવનારી પેઢીને એનું મહત્વ સમજાવવાના પ્રયાસો ગણદેવી તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે.  આજે વાત કરીશું એક એવા કંદમૂળની જે માત્ર શિવરાત્રીના દિવસે આરોગવામાં આવે છે અને જેને ઉગાડવામાં આઠ મહિનાથી વધુનો સમય થાય છે.  આ કંદમૂળનું નામ છે પિંડી. 

પિંડી શકકરિયા અને સુરણ જેવું જ એક કંદમૂળ છે.. પરંતુ આ પાક જમીનમાં થોડે ઉંડે થતો હોવાથી આ પાક ઉતારવો વધારે મહેનત માંગી લે છે. પીંડીનું મહત્વ ખાસ તો શિવરાત્રી માટે હોય છે.. મહાશિવરાત્રીના દિવસે મંદિરોમાં પ્રસાદ તરીકે પણ પિંડીનો ઉપયોગ થતો હોય છે. 

આ પણ વાંચોઃ આ વખતે મહાશિવરાત્રી અત્યંત ખાસ: 300 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, આ 5 રાશિના જાતકોને થશે લાભ

પિંડી વર્ષમાં એક વાર થતો એવો પાક છે કે જેને ઉગાડવામાં આઠ મહિનાનો સમય લાગે છે.. એક દંત કથા અનુસાર આ કંદમૂળ પીંડી શિવજી મહાશિવરાત્રીના દિવસે આરોગતા હતા, ત્યાર થી આ પીંડી જગ પ્રસિધ્ધ થઇ અને શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખનારા શિવ સાધક આરોગે છે, શિવભક્તો માટે  આજે પણ ગણદેવી તાલુકાના ખેડૂતોએ આ પરંપરા જીવંત રાખી છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ