બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / The threat of storm in Gujarat increased, what did Dhirendra Shastri say about marriage? Lord Jagannath stayed in Mosal

સમાચાર સુપરફાસ્ટ / ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો આગળ વધ્યો, ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્નને લઈ શું કહ્યું? ભગવાન જગન્નાથ મોસાળમાં રોકાયા

Vishal Khamar

Last Updated: 07:13 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથ સરસપુર મામાને ત્યાં પહોચ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ બિહારના ભાગલપુરમાં રવિવારે અગુવાની-સુલ્તાનગંજ પુલ અચાનક તૂટીને ગંગા નદીમાં પડ્યો હતો.

જગતનાં નાથ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાને ત્યાં પહોંચ્યા છે. ત્યારે સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સૌ પ્રથમ ગજરાજો હતા. જે બાદ ડીજેનાં તાલે લોકો ઝુમ્યા હતા. ત્યારે મામાનાં ઘરે પહોંચ્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે.

જેતપુરનાં જૂની સાંકી ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ત્યારે સિંઘલ હાર્દિક અતુલભાઈનામનાં 18 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. મજૂરીકામ કરીને ઘરે આવ્યા બાદ સ્નાન કરવા સમયે એટેક આવતા યુવક ઢળી પડ્યો હતો. ત્યારે યુવકનાં મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. યુવકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. 

 પાટણ-શિહોરી હાઈવે પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે.  ત્યારે  અજાણ્યો ડમ્પર ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

આગામી તા. 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડનું ટકરાઈ શકે છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે.  વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 

ચોમાસાના આગમન આડે હવે દિવસો ગણાય રહ્યા છે. ત્યારે દહેગામના કરૌલીમાં અમૃત સરોવરની CM ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. અને સબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. મહત્વનુ છે કે દહેગામના કરૌલીમાં ત્રણ તળાવો બનાવ્યા છે.

વડોદરામાં જ્યારે પત્રકારે ધીરેન્દ્ર શાસ્ત્રીને લગ્નને લઈને સવાલ પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે,   'આ તો તમે બધાએ ઘણો જૂનો સવાલ પૂછી લીધો. લગ્ન ઘણા જલ્દી થશે અને તમે બધા તમારા શૂટ તૈયાર રાખજો. હું કોઈ મહાપુરુષ કે કોઈ ફકીર નથી. હું ફક્ત તમારી જેમ સામાન્ય માણસ જ છું, હું માત્ર હનુમાનજીનો ભક્ત છું.'

રાજ્યમાં ગતરોજ ધોરણ 9-10ના શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં રાજકોટનાં 106 કેન્દ્રો ઉપર પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પરીક્ષામાં મોરબી રોડની કે. કે. ધોળકીયા સ્કૂલમાં સમયસર પહોંચ્યા છતાં પરીક્ષામાં બેસવા નહીં દીધાનો આરોપ એક પરિક્ષાર્થી યુવતિએ લગાવ્યો છે. તેમજ આ અંગે બી ડિવિઝન પોલીસમાં અરજી કરી DEOને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અને આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ગતરોજ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, ગતરોજ વહેલી પરોઢથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં  કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. આ દરમિયાન સવારે 6:30 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. આ તરફ ભારે પવન વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 

બિહારના ભાગલપુરમાં રવિવારે અગુવાની-સુલ્તાનગંજ પુલ અચાનક તૂટીને ગંગા નદીમાં પડ્યો હતો. પૂલ તૂટવાની સાથે 3 મોટા પિલર પણ નદીમાં પડ્યાં હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ એક ગાર્ડ લાપત્તો થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. 

કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે અકસ્માતમાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી હવે અદાણી ગ્રુપ લેશે. જણાવી દઈએ કે, ઓડિશામાં થયેલા અકસ્માતમાં લગભગ 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ છે. ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો કે, જેમણે જીવ ગુમાવ્યો છે તેમને કોઈ પરત લાવી શકતું નથી. પરંતુ ગૌતમ અદાણીના આ નિવેદનથી પીડિત બાળકોને મોટી રાહત મળી છે.

રામ જન્મભૂમિ કેસ પર ચુકાદો આપનાર પૂર્વ જજનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, નિવૃત્ત જસ્ટિસ સુધીર અગ્રવાલ 2010માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં નિર્ણાયક ચુકાદો સંભળાવનારી અલ્હાબાદ હાઈકોર્ટની બેંચના ભાગ હતા. તેમણે દાવો કર્યો હતો કે, ચુકાદો ન આપવા માટે તેમના પર દબાણ હતું. તેમણે કહ્યું કે જો તેમણે આમ ન કર્યું હોત તો આગામી 200 વર્ષ સુધી આ મામલે કોઈ નિર્ણય ન આવ્યો હોત. જસ્ટિસ અગ્રવાલ 23 એપ્રિલ 2020ના રોજ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા 900થી વધુ લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોને સારવાર માટે પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ મોકલવામાં આવ્યા છે. એવામાં વધુ એક દુર્ઘટના બની છે. જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત મુસાફરોને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં થયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માત પીકઅપ વાન સાથે અથડાયા બાદ થયો હતો.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ હવે એક પછી એક લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. કોંગ્રેસે રેલ્વે પર ટ્રેનોની સુરક્ષાની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે, તો સુબ્રમણ્યમ સ્વામીએ રેલ્વે ટ્રેક પર સવાલો ઉઠાવ્યા છે. બાલાસોર ટ્રિપલ ટ્રેન દુર્ઘટના બાદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. સ્વામીએ કહ્યું કે પીએમ મોદી વિકલાંગ લોકોની ભરતી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમની સંમતિ વિના પણ રાજીનામું આપવું જોઈએ. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ તેની પ્રતિક્રિયા આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અકસ્માત માટે રેલવે ટ્રેક પર સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું- 'હવે અમને ખબર પડી કે જે ટ્રેન સામેથી આવતી ટ્રેન સાથે અથડાઈ અને પાટા પરથી ઉતરી ગઈ, તેને તે ટ્રેક પર આવવાની મંજૂરી ન હતી કારણ કે તે ટ્રેક ધીમી ટ્રેન માટે હતા. રેલવે મંત્રીએ વડાપ્રધાનની હાની રાહ જોયા વગર રાજીનામું આપી દેવું જોઈએ.

રેલવેએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ભુવનેશ્વરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મુખ્ય લાઇન પર સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઇલેક્ટ્રિફિકેશનનું કામ હજુ પણ ચાલુ છે. રેલવે ઘાયલો અને મૃતકોના પરિવારજનોના સંપર્કમાં છે. રેલવેએ ભલામણ કરી છે કે આ તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને તેને વધુ તપાસ માટે સીબીઆઇને સોંપવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા તેની ભલામણ કરવામાં આવી રહી છે.

મરાઠી-હિન્દી સિનેમા જગતમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખ્યાતનામ ફિલ્મ અભિનેત્રી સુલોચના લટકરે 94 વર્ષની વયે આખરી શ્વાસ ખેંચ્યા છે. ઘણા સમયથી તેઓની તબિયત નાજુક હતી. જેની સારવાર કારગત ન નિવડતા તેઓનું આજે નિધન થયું છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુઆર સુલોચનાનું નિધન બીમારીઓને કારણે થયું હતું. જેઓનું સોમવારે દાદરમા અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે શુક્રવારે દુ:ખદ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પીડિત બાળકો માટે મદદનો હાથ લંબાવ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં 275થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 1,175 લોકો ઘાયલ થયા હતા. ત્રણેય ટ્રેનો શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને એક માલસામાન ટ્રેન બાલાસોર જિલ્લામાં અથડાઈ હતી. તે ભારતીય ઈતિહાસની સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ